IND vs AUS: કાલે ખરાખરીનો જંગ, ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દાવ પર, ભારત માટે અમદાવાદ ટેસ્ટ જીતવી અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-03-08 18:42:55

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં પહોંચવા માટે ભારત માટે અમદાવાદમાં યોજાઈ રહેલી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ અનિવાર્ય બનશે. ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની ગઈ છે. જો કે ભારત આ સિરીઝમાં  2-1થી આગળ છે.  ટીમ ઈન્ડિયા 2016-17થી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ રમાયેલી સતત ત્રણ ટેસ્ટ સીરીઝ જીતી ચુક્યું છે.


સ્મિથની કેપ્ટનશીપ બનશે એક પડકાર 


સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપ પણ ભારત સામે એક પડકાર હશે. તેણે ઈન્દોર ટેસ્ટમાં શાનદાર કેપ્ટનશિપનું પ્રદર્શન કર્યું હતું. તે નિયમિત કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરીમાં કપ્તાની કરી રહ્યો છે. તેણે ઈન્દોરમાં નાથન લિયોનનો શાનદાર ઉપયોગ કર્યો. ભારતીય ટીમમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને રમાડવામાં આવી શકે છે.


અમદાવાદમાં ભારતનો દબદબો


અમદાવાદમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 14 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેને 6માં જીત અને 2માં હાર મળી છે. જ્યારે 6 મેચ ડ્રો રહી છે. અગાઉ આ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું.


ઈશાન કિશનને તક મળી શકે


ભારતીય ટીમ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ માટે ઝારખંડના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બેટથી KS ભરતનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. અમદાવાદની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે.


સૌથી વધુ દર્શકોનો વિશ્વ રેકોર્ડ રચવાની તક


આ ટેસ્ટ મેચ ઘણી રીતે ઐતિહાસિક બનવા જઈ રહી છે. આ ટેસ્ટ  જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનેસ સ્ટેડિયમમાં આવશે. પીએમ મોદી તો અમદાવાદ પહોંચી પણ ગયા છે. આ કારણે પણ આ ટ્સેટ મેટ ખુબ જ મહત્વની છે. તે ઉપરાંત એક ટેસ્ટમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકો હાજર રહેવાનો રેકોર્ડ ભારત પોતાના નામે કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં સૌથી વધુ દર્શકો જોવાનો રેકોર્ડ છે. 26 ડિસેમ્બર 2013ના રોજ આ મેદાન પર કુલ દર્શકોની સંખ્યા 91,092 હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ બન્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કુલ ક્ષમતા 1 લાખ 32 હજાર છે, જેમાં એક સાથે 1 લાખ 10 હજાર દર્શકો બેસી શકશે. આ ટેસ્ટના પ્રથમ દિવસે 85 હજાર ટિકિટ વેચાઈ છે. આવી સ્થિતિમાં જો વિદ્યાર્થીઓને પણ સ્થાન મળે તો 10 વર્ષ પહેલા MCGમાં બનેલો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.