IND vs SL Asia Cup 2023 Final Live Score: સિરાજની બોલિંગ સામે શ્રીલંકાના બેટસમેન ધરાશાઈ, 13 ઓવરમાં સ્કોર - 41/8


  • Published By :
  • Published Date : 2023-09-17 17:11:07

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં મોહમ્મદ સિરાજે પોતાની તેજતર્રાર બોલિંગથી તબાહી મચાવી છે. સિરાજે પોતાની બોલિંગના પ્રથમ 16 બોલમાં 5 વિકેટ ઝડપી છે. વર્તમાન ટુર્નામેન્ટમાં બંને ટીમો બીજી વખત આમને-સામને છે. આ પહેલા બંને સુપર-ફોર રાઉન્ડમાં પણ સામસામે આવી ગયા હતા, જેમાં ભારતે 41 રને જીત મેળવી હતી. જો ભારતીય ટીમ ફાઈનલ મેચ જીતશે તો રેકોર્ડ આઠમી વખત એશિયા કપ પર કબજો કરશે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે મેચ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી.


શ્રીલંકાની 8 વિકેટ પડી 


પ્રથમ 13 ઓવરમાં શ્રીલંકાનો સ્કોર 41 રન છે અને તેણે 8 મહત્વની વિકેટ ગુમાવી છે. પહેલા પાવરપ્લેમાં તેની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેમાં પણ ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અટકવાનું નામ નથી લઈ રહ્યો અને તેણે શ્રીલંકાને કોઈ દયા બતાવી નથી. તેણે માત્ર 16 બોલ ફેંકીને પાંચમી વિકેટ લીધી છે. માત્ર 12 રન બનાવીને શ્રીલંકાના 6 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. સિરાજે ચોથી ઓવરના પહેલા બોલ પર પથુમ નિસાન્કાની વિકેટ લીધી, તેણે માત્ર 2 રન બનાવ્યા. આ પછી એ જ ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર સાદિરા અને ચરૈથ અસલાંકાની વિકેટ પણ લીધી હતી. આ બંને બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ જ ઓવરના છેલ્લા બોલ પર તેણે ધનંજય ડી સિલ્વાને પણ 4 રનના અંગત સ્કોર પર પરત મોકલી દીધો હતો.


શ્રીલંકા સામે કેવું રહ્યું છે ભારતનું પર્ફોર્મન્સ?


ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 166 ODI મેચ રમાઈ છે. ભારતે 97 મેચ જીતી છે અને શ્રીલંકાએ 57 મેચ જીતી છે. 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું, જ્યારે એક મેચ ટાઈ રહી હતી. એશિયા કપના ODI ફોર્મેટની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચ રમાઈ છે. બંને ટીમોએ 10-10 મેચ જીતી છે. બંને ટીમો ફાઇનલમાં 8 વખત ટકરાયા છે. જેમાં ભારત 5 વખત અને શ્રીલંકા 3 વખત જીત્યું છે.


(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. જે અપડેટ થઈ રહ્યા છે. પેજ રિફ્રેશ કરતા રહેશો.)



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .