IND vs WIનીબીજી ટેસ્ટમાં વરસાદ બન્યો વિલન, ભારતે 1-0થી જીતી ટેસ્ટ શ્રેણી, વન-ડે શ્રેણી માટે WI ટીમની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-07-25 20:49:49

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ રમાઈ રહી હતી, જેમાં બીજી ટેસ્ટમાં પાંચમા દિવસે પણ વરસાદ પડતા મેચ ડ્રો થઈ હતી, જેને લીધે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમે 1-0થી શ્રેણી પોતાને નામ કરી છે. બીજી ટેસ્ટની વાત કરીએ તો મેચના ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝની ટીમને 365 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ચોથા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2 વિકેટે 76 રન બનાવી લીધા હતા. જો કો પાંચમાં દિવસે મેચમાં વરસાદને લીધે એક પણ બોલ ન ફેંકાતા મેચ ડ્રો થઈ હતી. 


ભારતે વેસ્ટઈન્ડિઝની ટીમ સામે સતત નવમી શ્રેણી જીતી


ભારતે આ ટેસ્ટ સીરિઝને જીત્યાં પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે પોતાનો દબદબો યથાવત રાખ્યો છો, આ ટેસ્ટ સીરિઝ 1-0થી જીતીને પોતાનો જ રેકોર્ડ કાયમ રાખ્યો છે. છેલ્લાં 21 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત સામે એક પણ ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. છેલ્લે વર્ષ 2002માં ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી. આમ, છેલ્લાં 21 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ સામે અજેય રહેલી ટીમ ઈન્ડિયાએ આજે પણ પોતાનો રેકોર્ડ કાયમ રાખ્યો છે. 


પહેલી મેચ ભારતે એક ઈનિંગ અને 141 રનથી જીતી હતી


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ વરસાદને કારણે ડ્રો થઈ હતી,પરંતુ આ શ્રેણી પહેલી મેચમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. આ સીરિઝની પહેલી મેચ ભારતીય ટીમે એક ઈનિંગ અને 141 રનથી જીતી હતી, જેને કારણે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી, જેને લીધે આજે મેચ ડ્રો થતા શ્રેણી ભારતને નામ થઈ છે. 


વન-ડે શ્રેણી માટે લેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીઓને મળશે તક


 ટીમ ઈન્ડિયા હવે આગામી 27 જુલાઈથી વેસ્ટઈન્ડીઝ સામે ત્રણ વન-ડે શ્રેણી રમશે. જેમાં વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે 15 ખેલાડીઓની ટીમ બહાર પાડી છે.  વેસ્ટ ઈન્ડિઝ તરફથી આ વન-ડે શ્રેણી માટે બેટર શિમરોન હેટમાયર અને ઝડપી બોલર ઓશેન થોમસ લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યા છે. હવે જોવાનું એ છે કે આ શ્રેણીમાં કઈ ટીમ એકબીજા પર ભારી પડે છે. 


ભારત સામે વેસ્ટઈન્ડિઝની વન-ડે ટીમ

શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઇસકેપ્ટન), એલિક એથેનાઝ, યાનિક કારિયાહ, કેસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, ગુડાકેશ મોટ્ટી, જેડન સીલ્સ, રોમારીયો શેફર્ડ, કેવિન સિનલેર, કેવિન સીલ.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'