ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું, સેમીફાઈનલમાં ENG સામે ટકરાશે!


  • Published By :
  • Published Date : 2022-11-06 17:09:42

ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું
કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી

India vs Zimbabwe LIVE Score, T20 World Cup 2022: India crush Zimbabwe by  71 runs, to face England in semis - The Times of India : It's all over!  India (186/5) crush

ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું. ઝિમ્બાબ્વેને 187 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ આખી ટીમ માત્ર 115 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી. આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલની અડધી સદી અને સૂર્યકુમાર યાદવના 61 રનના આધારે 186 રન બનાવ્યા હતા.

India vs Zimbabwe Live Score: Virat Kohli Stunner Sends Wesley Madhevere  Packing, Zimbabwe One Down vs India | Cricket News

ભારતની પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટમાં), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.


ઝિમ્બાબ્વે પ્લેઇંગ ઇલેવન

વેસ્લી માધવેરે, ક્રેગ ઈરવિન (સી), રેગિસ ચાકાબા (ડબલ્યુકે), સીન વિલિયમ્સ, સિકંદર રઝા, ટોની મુન્યોંગા, રેયાન બર્લે, ટેન્ડાઈ ચતારા, રિચર્ડ નગારવા, વેલિંગ્ટન મસાકાડઝા, બ્લેસિંગ મુજરબાની.


ભારત અને ઝિમ્બાબ્વે T20 વર્લ્ડ કપની વાત કરીએ તો , ભારત અને ઝિમ્બાબ્વે પહેલીવાર એકબીજા સાથે રમશે. પરંતુ જ્યારે T20I મેચોની વાત આવે છે, ત્યારે ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર રહ્યો છે. T20I માં અત્યાર સુધી બંને ટીમો 7 વખત આમને સામને આવી ચુકી છે. ભારતીય ટીમ 5 વખત જીતી છે જ્યારે ઝિમ્બાબ્વે ટીમ માત્ર 2 વખત જીતી શકી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે