ભારતે પાર કર્યો 220 કરોડ વેક્સિનેશનનો આંકડો, મનસુખ માંડવીયાએ આપી જાણકારી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-19 16:11:28

સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. સમગ્ર દેશમાં લાખોની સંખ્યામાં લોકો કોરોનાનો ભોગ બન્યા હતા. અનેક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે કોરોનાને નિયંત્રણમાં લેવા દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું. ભારતે કોવિડની રસીકરણને લઈ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી હતી. ટ્વિટ કરી કહ્યું કે ભારતે 220 કરોડ વેક્સિન ડોઝના આંકડાને પાર કરી લીધું છે.

 


મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી

2019માં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ઝપેટમાં લઈ લીધા હતા. કોરોના મહામારીને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાની સંક્રમિત થયા હતા. ત્યારે લોકોને કોરોનાથી સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચલાવ્યું હતું. 16 જાન્યુઆરી 2021માં પૂરા દેશમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાઈ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે રસીકરણ અભિયાન દેશની ક્ષમતા અને સામર્થ્યનું પ્રમાણ છે. દેશે આજે 220 કરોડ વેક્સિનેશનના ડોઝ લગાવાનો આંકડો પાર કરી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સુરક્ષિત અને સ્વાસ્થ ભારત બનાવાની નિરંતર કોશિશ થઈ રહી છે.    




રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.

દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.