વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, ભારત ઉર્જા સપ્તાહની કરાઈ શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-02-06 15:46:09

બેંગલૂરૂ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ધાટન કર્યું હતું. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે આ સેક્ટરમાં અભૂતપૂર્વ સંભાવનાઓ રહેલી છે. મહામારી અને યુદ્ધથી પ્રભાવિત હોવા છતાંય 2022માં ભારત એક ચમકતો સિતારો બન્યો છે. તે ઉપરાંત વડાપ્રધાન મોદીએ કુકિંગ સિસ્ટમ, બાયો ફ્યુલ અને અનબોટલ્ડ ડ્રેસને પણ લોંચ કર્યો હતો.

 


તુર્કીમાં બનેલી દુર્ઘટનાને કરી યાદ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈન્ડિયા એનર્જી વીક 2023ની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ તુર્કીમાં બનેલી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી. તેમણે કહ્યું કે 140 કરોડ ભારતીયોની સંવેદના તુર્કી સાથે છે. તેમણે કહ્યું કે ભારત પર વિશ્વની નજર છે. આજના સમયમાં એનર્જી મોટું ફેક્ટર છે. લોકોના જીવનમાં બદલાવ આવી રહ્યો છે. ભારતે દરેક પડકારોને પાર પાડ્યા છે. 

ચાર વસ્તુઓ પર વધારે ધ્યાન કરાશે કેન્દ્રીત

વધુમાં તેમણે કહ્યું કે 2030માં ઉર્જા ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ આવશે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી અમારી સરકાર ચાર મુખ્ય બિંદુઓ પર કામ કરશે.જેમાં એક વાત આત્મનિર્ભર ભારત અંતર્ગત ઘરેલુ ચીજ વસ્તુઓની ખોજને અને પ્રોડક્શન પર વધારે ધ્યાન આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહન અને હાઈડ્રોઝનના માધ્યમથી ડીકાર્બોનાઈજેશનનું કામ પણ કરવામાં આવશે.  તેમણે કહ્યું કે ભારતમાં એનર્જીની જરૂરત અને માગ વધી રહ્યા છે. આવનાર સમયમાં અનેક શહેર બનશે. એનર્જીની માગ ભારતમાં સૌથી વધારે હશે. 2030 સુધી અનર્જી મિક્સમાં નેચરલ ગેસનો ભાગ વધારવા પર ધ્યાન આપવામાં આવશે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.