વિમાનમાં સાપ નિકળતા મુસાફરોના જીવ પડીકે બંધાયા, કેરલાથી દુબઈ જતી ફ્લાઇટમાં બની ઘટના


  • Published By :
  • Published Date : 2022-12-11 14:49:34

ગાડી, બસ કે ટ્રેનમાં સાપ આવી ચડે તે સમાચાર તો ઘણીવાર સાંભળ્યા અને અખબારોમાં વાંચ્યા હશે, પણ હવામાં ઉડતા વિમાનમાં સાપ જોવા મળે તેનું ભાગ્યે જ જોવા મળે છે. જો આવી સ્થિતી સર્જાય તો મુસાફરોની શું હાલત થાય તે સમજી શકાય  છે. કેરળના કાલિકટથી દુબઈ જતી સસ્તી હવાઈ સેવા આપતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સાપ નીકળવાની ઘટના બહાર આવી છે. દુબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો હતો. પ્લેનમાં સાપને જોયા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસના મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. 


DGCAએ તપાસનો આદેશ આપ્યો 


પ્લેનના કાર્ગોમાંથી સાપ મળ્યાની ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. DGCAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ B737-800 એરક્રાફ્ટ VT-AXW ફ્લાઈટ IX-343નું સંચાલન કરી રહ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈ મુસાફરોને નુકસાન થયું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે એર ઈન્ડિયા એક્સપ્રેસ હાલમાં 34 સ્થળોની હવાઈ મુસાફરી ઓફર કરે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસનું એર એશિયા ઈન્ડિયા સાથે મર્જ થઈ રહી છે. એર ઈન્ડિયાના નવા માલિક ટાટા ગ્રુપ તેના તમામ એરલાઈન્સ બિઝનેસને એક સાથે લાવવા માંગે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે