પાકિસ્તાનની જેલમાં કેટલા ભારતીયો કેદ છે? શાહબાઝ સરકારે ભારતને સોંપ્યું કેદીઓનું લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-07-02 13:21:49

પાકિસ્તાને શનિવારે દ્વિપક્ષીય કરાર હેઠળ અહીં ભારતીય હાઈ કમિશનને તેની જેલોમાં બંધ 42 નાગરિકો અને 266 માછીમારો સહિત કુલ 308 ભારતીય કેદીઓની યાદી સોંપી છે. વિદેશ કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું બંને દેશો વચ્ચે કોન્સ્યુલર એક્સેસ પર 2008ના કરારની જોગવાઈઓને અનુરૂપ છે. રાજદ્વારી ઍક્સેસનો અર્થ એ છે કે દેશમાં વિદેશી નાગરિકને તેના દેશના દૂતાવાસ અધિકારીઓનો સંપર્ક કરવાનો અધિકાર છે.


પાકિસ્તાનની જેલમાં 308 ભારતીય કેદીઓ


વિદેશ કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે, કે "પાકિસ્તાન સરકારે શનિવારે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને પાકિસ્તાનની જેલોમાં બંધ 308 ભારતીય કેદીઓની યાદી સોંપી છે," ભારત સરકારે પણ ભારતીય જેલમાં બંધ પાકિસ્તાની કેદીઓની યાદી નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનને સોંપી છે.” બંને દેશોએ એકબીજાના દેશમાં બંધ કેદીઓની યાદી શેર કરવા માટે કરાર કર્યો છે. તે અંતર્ગત ભારત અને પાકિસ્તાન એકબીજાને માહિતી આપે છે.


ભારતની જેલોમાં 417 પાકિસ્તાની કેદીઓ કેદ 


આ યાદી અનુસાર, ભારતની જેલોમાં 417 પાકિસ્તાની કેદીઓ છે, જેમાંથી 343 નાગરિકો અને 74 માછીમારો છે. ઈસ્લામાબાદે ભારત સરકારને પાકિસ્તાનના સજા પૂરી ચુકેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરવા અને તેમને સોંપવા માટે વિનંતી કરી છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ભારતે પણ પાકિસ્તાનને વિનંતી કરી છે કે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિકો અને માછીમારોની મુક્તિ સુધી  તેઓ તેમની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે