ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .
૨૨મી એપ્રિલ જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં આતંકના ઠેકાણાઓ નષ્ટ કરી નાખ્યા છે. આ પછી પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી મિસાઇલો અને ડ્રોનથી હુમલા કર્યા હતા . તે પછી ભારતે પાકિસ્તાનના ૮ થી ૧૧ જેટલા એરબેઝ બરબાદ કરી નાખ્યા હતા . તે પછી બેઉ દેશો વચ્ચે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી ગયા સોમવારે એટલેકે , ૧૨મી તારીખના રોજ બેઉ દેશોના DGMO એટલેકે , ડાઇરેકટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે સંવાદ થયો હતો . તે દિવસથી આપણે સીઝફાયર કન્ટિન્યુ રાખ્યું હતું . હવે ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ સીઝફાયરની કોઈ જ સીમા નક્કી નથી . અહીં તેનો એક અર્થ સાફ છે કે , સીઝફાયર ચાલુ જ રહેશે પરંતુ ભારતીય સેના હાઇએલર્ટ પર રહેશે. આ સાથે જ બેઉ દેશો વચ્ચે જે કોન્ફિડન્સ બિલ્ડીંગ મેઝર્સ ભરાયા છે જેના થકી તણાવ ઓછો થાય તે ચાલુ જ રહેશે. જોકે આ બાબતે પાકિસ્તાનના ઉપવડાપ્રધાન ઇસાક દારે એવું નિવેદન આપ્યું હતું કે મેંની ૧૦ તારીખનું જે સીઝફાયર છે તે મેં ની ૧૮ મી તારીખ સુધી લંબાવવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન ૧૦ મેં ના રોજ એસ્કેલેશન ઓછું કરવા માટે એક સમજોતાએ પહોંચ્યા હતા .આ પછી ૧૨મેં ના રોજ બેઉ દેશોના DGMO ભારતના DGMO રાજીવ ઘાઈ અને પાકિસ્તાની DGMO કશીફ અબ્દુલ્લાહ વચ્ચે વાતચીત થઈ હતી . તે પછી બેઉ દેશોએ સરહદ પર તણાવ ઓછો કરવા માટે CBM એટલેકે , કોન્ફિડન્સ બિલ્ડીંગ મેઝર ભર્યા હતા . હવે ભારતીય સેનાએ જાહેરાત કરી છેકે , ૧૨ મેં જે સમજૂતી થયી તેની કોઈ જ એક્સપાયરી ડેટ નથી અને આજે પાકિસ્તાનના DGMO સાથે આજે કોઈ જ વાતચીત નથી થવાની .
ભારતના DGMO છે લેફટન્ટ જનરલ રાજીવ ઘાઈ અને પાકિસ્તાની કાઉન્ટરપાર્ટ છે મેજર જનરલ કશીફ અબ્દુલ્લાહ છે . હવે સમજીએ કે આ DGMO શું છે? DGMO તેનો મતલબ થાય છે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશનસ . સામાન્ય રીતે આ પદ પર લેફટનન્ટ જનરલ રેન્કના વ્યક્તિ બેસે છે જે ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પર મિલિટરી ઓપરેશન્સ જોવાનું કામ કરે છે. તેઓ સીધા જ ચીફ ઓફ આર્મી સ્ટાફને રિપોર્ટ કરે છે. ભારતમાં હાલમાં DGMO લેફટન્ટ જનરલ રાજીવ ઘાઈ છે . જયારે એર માર્શલ એ કે ભારતી ડાઇરેકટોરેટ જનરલ ઓફ એર ઓપરેશન્સ છે આ ઉપરાંત વાઇસ એડમિરલ AN પ્રમોદ ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ નેવલ ઓપરેશન્સ છે. તો હવે સમજીએ કે આ DGMO ની ભૂમિકા શું હોય છે? મિલિટરી ઓપરેશન્સને પ્લાન કરે છે સાથે જ વિવિધ ડિફેન્સ વિંગ્સ અને મંત્રાલયો વચ્ચે સહકાર સાધવાનું કામ કરે છે. જયારે બીજા દેશ સાથે તણાવ હોય ત્યારે બીજા દેશોના DGMO સાથે સંપર્ક રાખે છે. આ ઉપરાંત ચીફ ઓફ આર્મી સ્ટાફ અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સને ઓપરેશનલ અપડેટ આપે છે.