સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કર્યા પાકિસ્તાન અને ચીન પર પ્રહાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-16 13:46:43

સંયુક્ત રાષ્ટ્રીય પરિષદમાં વિદેશમંત્રી એસ.જયશંકરે ચીન અને પાકિસ્તાન પર ગુરૂવારે નામ લીધા પ્રહાર કર્યા હતા. પાકિસ્તાનના મંત્રીએ એક પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ એસ.જયશંકરે આપ્યો હતો. પાકિસ્તાની વિદેશ રાજ્યમંત્રીએ ભારત પર આતંકવાદ ફેલાવાનો આરોપ લગાવ્યો હતો. જેનો જવાબ આપતા એસ.જયશંકરે આપ્યો હતો.


પાકિસ્તાનના મંત્રીને આપ્યો જડબાતોડ જવાબ

સંયુક્ત રાષ્ટ્રીય પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર આક્રામક રૂપમાં દેખાયા હતા. પોતાના બ્રિફિંગમાં જયશંકરે પાકિસ્તાન તેમજ ચીનનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. ઉપરાંત પાકિસ્તાનના હિના રબ્બાની ખારના પ્રશ્નનો જડબાતોડ જવાબ આપ્યો હતો.  જયશંકરે થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી  ટિપ્પણીને પણ યાદ કરી હતી. જયશંકર પોતાના ભાષણમાં હેરી ક્લીન્ટનના ભાષણને યાદ કર્યું હતું. જો તમે તમારા ઘરમાં સાપને પાળો છો, તો એ માત્ર પડોશનીને નહીં કરડે પણ ઘરમાં રહેલા લોકોને પણ કરડશે. 



પાકિસ્તાની પત્રકારની પણ બોલતી બંધ કરી 

પાકિસ્તાન વિદેશમંત્રી ઉપરાંત જયશંકરે પાકિસ્તાની રિપોટરની પણ બોલતી બંધ કરી હતી. પત્રકારે તેમને પૂછ્યું કે દક્ષિણ એશિયા ક્યાં સુધી નવી દિલ્હી,કાબુલ, પાકિસ્તાનથી આતંકવાદને જોશે.  આનો જવાબ આપતા જયશંકરે કહ્યું કે આ પ્રશ્ન તમે ખોટા મંત્રીને પૂછી રહ્યા છો આ પ્રશ્ન તમારે ભારતના મંત્રીને  ન પૂછવો જોઈએ.




26-11નો કર્યો ઉલ્લેખ

ઉપરાંત જયશંકરે સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કહ્યું કે દુનિયા ન્યુયોર્કની જેમ એક 9-11 કે પછી 26-11નો મુંબઈ પર થયેલો હુમલો ફરી ઘટિત ન થવું જોઈએ. પાકિસ્તાનનું નામ લીધા વગર પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે આતંકવાદના સમકાલીન કેન્દ્રો હજી પણ સક્રિય છે. 



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.