શ્રીલંકા સામે ભારતનો ઐતિહાસિક વિજય, વિરાટ, ગીલ અને સિરાજની ત્રિપુટીએ અપાવી જીત


  • Published By :
  • Published Date : 2023-01-15 20:42:02

ભારતે શ્રીલંકા (IND vs SL)ને 317 રનથી હરાવીને વન ડે સીરીઝને ક્લિન સ્વિપ કરી લીધી છે. વનડેમાં રનોના બાબતમાં આ સૌથી મોટી જીત છે. આ પહેલા ન્યુઝીલેન્ડએ આયરર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું. ભારતને આ પહેલા બર્મુડા સામે 2007માં 257 રનોથી જીત મળી હતી. કેરળના તિરૂઅનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ભારત માટે વિરાટ કોહલી અને શુભમન ગીલે જબરદસ્ત બેટિંગ કરી શ્રીલંકાના બોલરોને ધોઈ નાખ્યા હતા.  


કોહલી-ગીલે આપી મજબુત શરૂઆત 


ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીના અણનમ 166 અને શુભમન ગિલના 116 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, શ્રીલંકાની માત્ર 9 વિકેટ પડી હતી, કારણ કે તેમનો એક ખેલાડી ઈજાગ્રસ્ત હતો, તેથી ટીમને ઓલઆઉટ ગણવામાં આવી હતી. વનડે ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. 


મોહમ્મદ સિરાઝ સૌથી સફળ બોલર


શ્રીલંકાને ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાઝે શરૂઆતમાં જ મોટા ઝટકા આપ્યા હતા. સિરાઝે બીજા જ ઓવરમાં અવિષ્કા ફર્નાન્ડોને પવેલિયન મોકલ્યા બાદ કુશલ મેન્ડિસ, વાનિંદુ હસરંગા, અને નુવાનિંદુ ફર્નાન્ડોને પણ સિરાઝે પહેલા પાવર પ્લેમાં જ આઉટ કરી દીધો હતો, શમીએ અસલંકાની વિકેટ લીધી હતી. 10 ઓવર બાદ શ્રીલંકાની 39 રન પર 5 વિકેટ હતી. સિરાઝે 34 રન આપીને 4 વિકેટ લીધી આ વન ડેમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.