IND vs AUS: ભારતે વનડે સિરિઝ 2-1થી જીતી, ઓસ્ટ્રેલિયાનો વ્હાઈટવોશ કરવાનું ભારતનું સપનું રોળાયું


  • Published By :
  • Published Date : 2023-09-27 22:20:05

રાજકોટમાં રમાયેલી ત્રીજી વન ડે ઈન્ટરનેશનલ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાના હાથે 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મોટા સ્કોર સામે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ અને મેચ હારી ગઈ. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 353 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં માત્ર 286 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી. જો ભારત આ મેચ પણ જીતી ગયું હોત તો ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી વ્હાઈટવોશ કરી દીધું હોત. જોકે, ભારત વનડે શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહ્યું છે.


ઓસ્ટ્રેલિયાએ 352 રનનો મોટો સ્કોર બનાવ્યો 


ઓસ્ટ્રેલિયાએ ટોચના ચાર બેટ્સમેનોની અડધી સદીની ઇનિંગ્સના આધારે 7 વિકેટે 352 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર (56), મિશેલ માર્શ (96), સ્ટીવ સ્મિથ (74) અને માર્નસ લાબુશેને (72) અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહ (81 રનમાં ત્રણ વિકેટ) અને કુલદીપ યાદવ (છ ઓવરમાં 48 રનમાં બે વિકેટ) ઝડપી સૌથી સફળ બોલર બન્યા હતા. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી હતી.


વોર્નર-માર્શની તોફાની બેટિંગ


ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ વોર્નરે 34 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તે પોતાની ભૂલને કારણે આઉટ થઈ ગયો હતો પરંતુ તે પહેલા તેણે ઓસ્ટ્રેલિયાને સારી સ્થિતીમાં પહોંચાડ્યું હતું. માર્શ માત્ર ચાર રનથી તેની સદી ચૂકી ગયો હતો જ્યારે સ્મિથ વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો હતો. લાબુશેન તેની અડધી સદીની ઇનિંગ્સ દરમિયાન ચાલુ વર્ષમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. 


કેવું રહ્યું ભારતના બોલરોનું પર્ફોર્મન્સ?


આ મેચમાં સિરાજે સ્મિથને LBW આઉટ કર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 61 બોલનો સામનો કર્યો અને આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. એલેક્સ કેરી (11)એ બુમરાહના ધીમા બોલ પર કવરમાં ઉભેલા વિરાટ કોહલીને આસાન કેચ આપ્યો હતો. બુમરાહે ગ્લેન મેક્સવેલ (05)ને બોલ્ડ કર્યો જ્યારે કુલદીપે કેમેરોન ગ્રીન (09)ને લોંગ ઓન પર કેચ કરાવ્યો. લેબુશેન અને પેટ કમિન્સ (અણનમ 19) એ 46 રન ઉમેર્યા અને ઓસ્ટ્રેલિયાને ભારત સામે ચોથા સૌથી વધુ સ્કોર સુધી પહોંચાડ્યું.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .