ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિતના સ્થાને હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન


  • Published By :
  • Published Date : 2022-10-31 20:30:50


ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની સમાપ્તિ બાદ ભારતીય ટીમ તરત જ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે હાર્દિક પંડ્યાની ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરી છે. ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ઓપનર કેએલ રાહુલ પણ આ પ્રવાસનો ભાગ નહીં હોય. ટી20 વર્લ્ડ કપમાં ભારત માટે ફિનિશરની ભૂમિકા ભજવનાર અનુભવી વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક અને અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.


શિખર ધવન ODI સીરીઝનો કેપ્ટન 



સોમવારે ટીમની જાહેરાત કરતા BCCIએ કહ્યું કે શિખર ધવન આ પ્રવાસમાં યોજાનારી ODI શ્રેણીમાં ટીમનું સુકાન સંભાળશે, જ્યારે ઋષભ પંત બંને શ્રેણીમાં વાઇસ કેપ્ટન રહેશે. ભારતીય ટીમ 18 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ T20 મેચથી પ્રવાસની શરૂઆત કરશે. પ્રથમ મેચ વેલિંગ્ટનમાં રમાશે. ટીમ ઈન્ડિયા 18, 20 અને 22 નવેમ્બરે T20 મેચ રમશે અને ત્યારબાદ 25, 27 અને 30 નવેમ્બરે ODI મેચ રમશે.


ન્યુઝીલેન્ડ T20I માટે ટીમ ઇન્ડિયા:


હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મો. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.


ન્યુઝીલેન્ડ ODI માટે ટીમ ઇન્ડિયા:


શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , દીપક ચાહર , કુલદીપ સેન , ઉમરાન મલિક.



જમાવટ ઈલેક્શન યાત્રા જૂનાગઢ પહોંચી હતી. સોમનાથ બિચ પર ઉપસ્થિત લોકોનો મત જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો હતો.. મતદાતાઓને કયા મુદ્દાઓ પર અસર કરે છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

ગુજરાતમાં ચૂંટણી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. સાતમી એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે પીએમ મોદી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવવાના છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર કરવાના છે.

ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.