ભારતે 2-1થી જીતી વન-ડે શ્રેણી, ત્રીજી અને નિર્ણાયક મેચમાં 200 રનથી જીતી મેચ


  • Published By :
  • Published Date : 2023-08-02 16:50:57

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ વન-ડે સીરીઝ પર ભારતીય ટીમે કબજો કર્યો છે, છેલ્લી અને નિર્ણાયક એવી ત્રીજી વન-ડે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવી ભવ્ય વિજય હાંસિલ કર્યો છે, જેની સાથે ભારતીયે ટીમે 2-1થી વન-ડે શ્રેણી પણ પોતાના નામે કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીયે ટીમે આ પહેલા 1-0 થી ટેસ્ટ શ્રેણી જીતી હતી, ત્યારબાદ આજે 2-1થી વન-ડે શ્રેણી પણ જીતી છે, અને હવે ભારતીય ટીમની નજર આવનારી ટી20 શ્રેણી પર રહેવાની છે. 

ગિલ, ઈશાન, પંડ્યા અને સેમસનની ફિફ્ટીની મદદથી મળી જીત 


ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય વેસ્ટ ઈન્ડિઝની ટીમે કર્યો હતો. જેથી પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે કુલ 351 રન સ્કોર બોર્ડ પર લગાવી દીધાં હતાં, જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ 70 રન, શુભમન ગિલે 85 રન, ઈશાન કિશને 77 રન અને સંજુ સેમસને 51 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 35 રન ફટકારીને મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે વેસ્ટઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અલ્ઝારી જોસેફ, ગુડાકેશ મોતી અને યાનિક કારિયાને એક-એક સફળતા મળી હતી.


ટેસ્ટ અને વન-ડે શ્રેણી જીત્યા બાદ ટી20 સીરીઝ જીતવા પર ભારતની નજર


વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે 2 મેચની ટેસ્ટ સીરીઝ 1-0થી અને 3 મેચની વન-ડે સીરીઝ 2-1થી પોતાને નામ કરી છે, જ્યારે હવે ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી 5 મેચની ટી20 શ્રેણી પર રહેશે. આ ટી20 શ્રેણી 3 ઓગસ્ટથી શરુ થશે, જેમાં પહેલી મેચ 3 ઓગસ્ટના રોજ ત્રિનિદાદમાં, બીજી અને ત્રીજી ટી20 મેચ અનુક્રમે 6 ઓગસ્ટ અને 8 ઓગસ્ટના રોજ ગુયાનામાં જ્યારે ચોથી અને પાંચમી ટી20 મેચ અનુક્રમે 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટના રોજ ફ્લોરિડામાં રમાશે. જે માટેની સંભવત ટીમ બહાર પાડવામાં આવી છે. 


વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણીની સંભવિત ભારતીય ટીમ 


ભારત : ઈશાન કિશન, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટે કિપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર.


વેસ્ટ ઈન્ડિઝ : રોવમેન પોવેલ (કેપ્ટન), કાયલ મેયર્સ (વાઈસ-કેપ્ટન), જ્હોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, ઓબેડ મેકકોય, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ અને ઓશેન થોમસ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે