કેનેડામાં ભારતીય વિદ્યાર્થીનીઓને સેક્સ રેકેટમાં બનાવાય છે નિશાન! જાણો શું કહે છે અહેવાલ?


  • Published By :
  • Published Date : 2023-06-05 17:13:46

અનેક પરિવારો પોતાના બાળકોને વિદેશ ભણવા માટે મોકલતા હોય છે. આપણા ઓળખીતામાં જ એવા અનેક લોકો હશે જેમના સંતાન ભારત છોડી બીજા દેશમાં વ્યવસાય અથવા તો ભણવા ગયા હશે. અનેક મા બાપ દીકરીઓને કેનેડા ભણવા કે નોકરી કરવા મોકલતા હોય છે. તેમને હરખ હોય છે કે દીકરો કે દીકરી ડોલરમાં કમાશે અને તેનું જીવન સુધરશે. પણ સમાચાર પત્રોના અહેવાલો મુજબ ચાલી તો કંઈક બીજુ જ રહ્યું છે. આવો જાણીએ સમાચારમાં શેનો પર્દાફાશ થયો છે..  


ખર્ચો કાઢવા વિદ્યાર્થીઓ કંઈ પણ કરવા હોય છે તૈયાર!

સમાચારમાં પર્દાફાશ થયો છે કે કેનેડામાં ચાલતા સેક્સ રેકેટમાં ભારતીય વિદ્યાર્થિનીઓને ફસાવામાં આવી રહ્યા છે. સેક્સ દલાલો ટોરન્ટોમાં યુનિવર્સિટી, બસ સ્ટોપ, ભગવાનના મંદિરોમાં ફરે છે અને ભારતીય વિદ્યાર્થિનીઓને શોધવા માટે ફરે છે. તેઓ એવી ભારતીય વિદ્યાર્થીઓની શોધમાં રહે છે જે પોતાનો ખર્ચો કાઢવા કોઈ સાથે સૂવા પણ તૈયાર થઈ જાય. વિદ્યાર્થિનીઓ પણ આવું કરવા તૈયાર થઈ જાય છે કારણ કે તેમને ખર્ચો કાઢવો હોય છે અને બાકી અંદરની વાત કરીએ તો જોમ મળવામાં ભારે મુશ્કેલી થાય છે. 


વિદ્યાર્થીનીઓને સેક્સ રેકેટમાં ફસાવવામાં આવે છે!

આ વાત બહુ ગંભીર છે પણ એટલી જ સાચી છે કે કેનેડામાં ભારતીય વિદ્યાર્થિનીઓનુ સેક્સ ટ્રેફેકિંગ વધી રહ્યું છે. ગયા વર્ષે 18 વર્ષની ભારતીય વિદ્યાર્થિનીઓને સેક્સ રેકેટમાં ધકેલવા માટે ત્રણ ઈન્ડો કેનેડિયન દલાલોની ધરપકડ થઈ હતી. આ લોકો ઓનલાઈન સેક્સ સર્વિસ ચલાવતા હતા. દલાલોને એક છોકરી પાસેથી સરેરાશ 2.3 લાખ ડોલર કમાણી થઈ જાય છે. 2.3 લાખ ડોલર એટલે 2 કરોડ ભારતીય રૂપિયા થાય. આ રેકેટમાં છોકરીનું શોષણ થાય છે કારણ કે દલાલો કરોડો રૂપિયા કમાય છે પણ છોકરીઓને ખાલી રહેવા અને જમવાની જ સુવિધા મળે છે. આ સિવાય તેમને કોઈ વ્યવસ્થા કે આર્થિક બાબતો નથી મળતી. 


છોકરીઓને બનાવાઈ દેવાય છે બંધક!

એકવાર છોકરી આ રેકેટમાં જોડાય જાય છે પછી તે બહાર નથી નિકળી શકતી કારણ કે દલાલો ખૂબ શક્તિશાળી હોય છે. તે યુવતીના પરિવારની પણ માહિતી મેળવી લે છે અને છોકરીને ધમકાવવાનું પણ શરૂ કરી દે છે. આબરુ જવાના ડરથી છોકરીઓ સેક્સ રેકેટમાંથી બહાર નથી નીકળી શકતી. મજબૂરીમાં સેક્સ વર્કર બન્યા બાદ દલાલો આ યુવતીઓને બંધક પણ બનાવી દે છે. ક્યારેક તો છોકરીઓ હોસ્પિટલ પણ આવે છે કારણ કે તેમને ગર્ભ રહી ગયો હોય છે. દર મહિને લગભગ 10-12 વિદ્યાર્થિનીઓ ગર્ભપાત કરાવે છે. આ બધુ છોકરીઓ એટલા માટે કરે છે કારણ કે તેમનો જીવન ખર્ચ નીકળી શકે. હાલ ભારતીય છોકરીઓ આ ધંધામાં વધારે આવી રહી છે. 


દીકરીઓ સહેલાઈથી આવી જાય છે સેક્સ રેકેટમાં! 

આ બહુ ગંભીર ઘટના છે દેશની દીકરીઓ આવા કાદવમાં ખેંચાઈ રહી છે. કેનેડાની સંસ્કૃતિની ખબર ન હોવાના કારણે તે સહેલાયથી દલાલોથી આકર્ષિત થઈ જઈ રહી છે. પણ જ્યારે કામ છોડવાનો વારો આવે છે ત્યારે તે વેશ્યાવૃત્તિ છોડી નથી શકતી. ઘણા ખરા એનજીઓ આવી છોકરીઓની મદદ કરે છે અને છોકરીઓને નોકરી પણ અપાવે છે. જો તમારા પણ છોકરા બહાર અભ્યાસ કરી રહ્યા છે તો તેમને સાવચેત કરજો.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .