અમેરિકામાં 80 હજાર ભારતીયો બેરોજગાર, 60 દિવસમાં નોકરી નહીં મળે તો સ્વદેશ પરત ફરવું પડશે


  • Published By :
  • Published Date : 2023-01-24 18:22:08

દુનિયાભરમાં મંદીની ભયાનક અસર જોવા મળી રહી છે. તેમાં પણ અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓની હાલત વધુ કફોડી બની છે. અમેરિકાની ગુગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન સહિતની અન્ય કંપનીઓ સતત તેના કર્મચારીઓની છટણી કરી રહી છે. આ કંપનીઓમાં હજારો ભારતીય પ્રોફેશનલ કામ કરતા હતા અને હવે  તે બેરોજગાર બન્યા છે. હવે સ્થિતી એવી સર્જાઈ છે કે અમેરિકામાં રહેતા ભારતીય પ્રોફેશનલ્સને જો ચોક્કસ સમય મર્યાદામાં નોકરી નથી મળતી તો તેમણે સ્વદેશ પરત ફરવું પડશે. આ જ કારણે તેઓ અમેરિકામાં નોકરી મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. 


80 હજાર ભારતીયો બેરોજગાર


અમેરિકાના મીડિયા રિપોર્ટ મુજબ ગુગલ, માઈક્રોસોફ્ટ, ફેશબુક અને એમેઝોન જેવી મોટી કંપનીઓએ બે લાખ કર્મચારીઓની છટણી કરી છે. મળતી જાણકારી મુજબ બેરોજગાર થયેલા લોકોમાં ભારતીય આઈ પ્રોફેશનલની સંખ્યા 40 ટકા છે. એટલે કે લગભગ 80 હજાર ભારતીયો બેકાર થઈ ચુક્યા છે. આ તમામ ભારતીયોમાંથી મોટાભાગના એચ1 બી કે એલ-1 વીઝા પર આવ્યા છે. આ વિઝાના નિયમો અંતર્ગત કોઈ પણ વ્યક્તિએ અમેરિકામાં 60 દિવસોની અંદર જ બીજી નોકરી મેળવી લેવાની હોય છે, અને જો નોકરી નથી મળતી તો તેમણે ફરજીયાતપણે સ્વદેશ પરત ફરવું પડશે. 


ભારતીય IT પ્રોફેશનલની મદદ માટે પ્રયાસો શરૂ 


અમેરિકાની સિલિકોન વેલીમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ પર અમેરિકામાંથી હકાલપટ્ટી થવાની તલવાર લટકી રહી છે. રવિવારે ગ્લોબલ ટેકનોલોજી પ્રોફેશનલ્સ એસોશિએસન અને ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝે અમેરિકામાં બેરોજગાર થઈ ચુકેલા આઈટી પ્રોફેશનલની મદદ કરવા માટે એક સામાજીક પહેલ શરૂ કરવામાં આવી છે. આ બંને સંગઠનો ભારતીય પ્રોફેશનલ્સને નોકરી મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે.



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...