હવે દેશમાં દોડશે વંદે મેટ્રો અને પહેલી સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ થશે સમયસર પૂર્ણ


  • Published By :
  • Published Date : 2022-12-19 12:57:11

દેશમાં વર્ષ 2023માં દોડશે વંદે મેટ્રો ટ્રેન અને પહેલી સ્વદેશી હાઈડ્રોજન ટ્રેન. દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારતીય રેલવે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વંદે મેટ્રો ટ્રેન તૈયાર કરી રહી છે. જે 1950 અને 60ના દાયકામાં ડિઝાઈન કરાયેલી મેટ્રો ટ્રેનોનું સ્થાન લેશે. 


ગરીબ યાત્રિકો માટે વંદે મેટ્રો 


ભારત સરકારનું આયોજન છે કે ભવિષ્યમાં દેશમાં દોડનારી ટ્રેનોની ડિઝાઈન અને સુવિધા દેશના ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે. એટલા માટે જ રેલવે તંત્ર પણ મધ્યમ વર્ગ અને ગરીબ યાત્રિકોના જીવન પરિવર્તન લાવી શકે તેવી વંદે મેટ્રો ટ્રેન વિકસિત કરના પ્રયાસો કરી રહ્યું છે.


મુંબઈ-અમદાવાદ બુલેટ  ટ્રેન 


દેશમાં દોડનારી પહેલી  બુલેટ ટ્રેન અંગે માહિતી આપતા રેલવે મંત્રીએ કહ્યું કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામકાજ સુપર ફાસ્ટ ગતિથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનની ટેકનિક અને સંચાલન અત્યંત જટિલ છે. જો  કે તેમ છતાં પણ ભારતીય એન્જિનિયરો તે ટેકનિક શિખવામાં કુશળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમણે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે મુંબઈ અને અમદાવાદ કોરિડોરનું સફળ સંચાલન બાદ દેશમાં વધુ 11 કે 12 કોરિડોર બનાવવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે