ભારતનું પહેલું પોતાનું રૉકેટ Vikram-S લોન્ચિંગ માટે તૈયાર


  • Published By :
  • Published Date : 2022-11-08 18:28:46

ભારતનું પહેલું વ્યક્તિગત રીતે બનેલું રૉકેટ વિક્રમ-એસ 12 અને 16 નવેમ્બર વચ્ચે લોન્ચ થવા માટે તૈયાર છે. હૈદરાબાદની અંતરિક્ષની સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે મંગળવારે જાહેરાત કરી હતી. સ્કાયરૂટ એરોસ્પેસ પહેલું એરસ્પેસનું પહેલું મિશન છે જેનું નામ પ્રારંભ છે. શ્રીહરિકોટામાં લોન્ચપેડ તૈયાર કરવામાં આવ્યું છે.

 Hyderabad based Skyroot Aerospace successfully test fires its rocket engine  | Business Standard News

સ્કાયરૂટ ભારતના એરોસ્પેસ ઈતિહાસમાં નામ નોંધાવશે

સ્કાયરૂટ એરોસ્પેસ અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરનાર ભારતની પ્રથમ વ્યક્તિગત અંતરિક્ષ કંપની બની જશે. વિક્રમ એસ ટેક્નોલોજીનું ટેસ્ટિંગ અને વેરિફિકેશનમાં મદદ કરશે. આ રૉકેટ સિંગલ સ્ટેજ સબ ઓર્બિટલ લોન્ચ વેહીકલ છે. ભારતમાં રોકેટ મિશનને વેગ આપનાર વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કાઈરુટના લોન્ચ વેહિકલનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે