પેસેન્જરની તબિયત બગડતા પાકિસ્તાનમાં ઈન્ડિગો ફ્લાઇટનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ,દિલ્હીથી કતાર જઈ રહી હતી ફ્લાઈટ


  • Published By :
  • Published Date : 2023-03-13 12:27:59

દોહા જઈ રહેલી ઈંડિગો એયરલાઈનની ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ પાકિસ્તાનના કરાચીમાં કરવામાં આવી હતી. મેડિકલ ઈમરજન્સીને લઈ આ લેન્ડિંગ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ફ્લાઈટમાં સવાર એક યાત્રીની તબિયત લથડી ગઈ હતી. જેને કારણે ફ્લાઈટની લેન્ડિંગ કરવામાં આવી હતી. તબિયત ખરાબ થવાના સમાચાર મળતા નજીકના એરપોર્ટ પર ફ્લાઈટને લેન્ડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર કરાચીમાં ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલા જ યાત્રીકનું મોત થઈ ગયું હતું.


તબિયત બગડતા પ્લેનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ 

મેડિકલ ઈમરજન્સીને કારણે અનેક વખત ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડ કરવામાં આવતી હોય છે. ત્યારે મેડિકલ ઈમરજન્સીને કારણે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 9E1736 દિલ્હીથી કતારની રાજધાની દોહા જઈ રહી હતી. પ્રવાસ દરમિયાન એક યાત્રીકની તબિયત બગડી ગઈ હતી. મુસાફરી દરમિયાન એક મુસાફરે તબિયત ખરાબ હોવાની વાત કરી હતી. જેને પગલે નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવાની પરવાનગી માગી હતી. પ્લેનના પાયલટે નજીકના કરાચી એરપોર્ટના એક ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી અને જે બાદ પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી હતી. કરાચી એર ટ્રાફિક કંટ્રોલે ફ્લાઈટને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી. 


મળતી માહિતી અનુસાર યાત્રીકનું થયું મોત 

આ અંગે મળતી માહિતી અનુસાર જે યાત્રીકની તબિયત બગડી હતી તેનું મોત થઈ ગયું છે. કરાચીમાં પ્લેન લેન્ડ થાય તે પહેલા જ યાત્રીકે અંતિમ શ્વાસ લઈ લીધા હતા. નિવેદન આપતા ઈંડિગોએ જણાવ્યું કે આ ખબરથી અમે બધા દુખી છીએ. મૃતકના પરિવારજનોને તેમજ સંબંધીઓને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.