નવરાત્રીના પહેલા દિવસે યોજાનારી INDvsPAK મેચ થઈ રીશિડ્યુલ, હવે 14 ઓક્ટોબરે યોજાશે મહામુકાબલો


  • Published By :
  • Published Date : 2023-08-10 15:50:52

અમદાવાદીઓ હવે મન ભરીને નવરાત્રીની મજા માણી શકશે, કેમ કે 15 ઓક્ટોબર એટલે કે નવરાત્રીના પહેલા દિવસે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ હવે રીશિડ્યુલ થઈ છે. ICCએ વર્લ્ડ કપનું નવું શિડ્યુલ જાહેર કર્યુ છે, જેમાં કુલ 9 મેચની તારીખો બદલવામાં આવી છે, ખાસ કરીને હાઈવોલ્ટેજ મેચ એટલે કે ભારત પાકિસ્તાનની મેચ પણ આ લિસ્ટમાં શામેલ છે. જેથી આ મેચ હવે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ રમાશે.



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.