ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે હાલ બીજી મેચ રમાઈ રહી છે, ત્યારે આ બીજી મેચમાં ભારતીય બેટર્સનો દબદબો દેખાઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલીનું મહત્વનું યોગદાન ઉમેરાયું છે. વિરાટ કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી અને તેમની ટેસ્ટ કરિયરની 29મી સદી ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી તેમની 500મી ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યાં છે.
લાંબા સમય બાદ વિદેશી ધરતી પર કોહલીનું કમબેક
વિરાટ કોહલીના ટેસ્ટ કરિયરની વાત કરવામાં આવે તો ઘણાં લાંબા સમય પછી ટેસ્ટ મેચમાં કોહલીની સદી જોવા મળી છે. લગભગ વિરાટ કોહલીએ 55 મહિના બાદ વિદેશમાં ટેસ્ટ સદી ફટકારી છે. વિદેશી ધરતી પર આ પહેલા કોહલીએ છેલ્લી ટેસ્ટ સદી ડિસેમ્બર 2018માં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે બનાવી હતી.
વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડ
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં પોતાની સદી બનાવવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 25,500 રન પૂરા કરી લીધા છે. આ સિદ્ધિ હાંસિલ કરનાર વિરાટ કોહલી સચિન તેંડુલકર બાદ ભારતના બીજા બેટ્સમેન છે. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,500 રન પૂરા કરી શક્યા નથી.
બીજી ટેસ્ટના પહેલા દિવસથી જ ભારતની સ્થિતિ મજબૂત
વેસ્ટ ઈન્ડિઝ સામે પેહલી ટેસ્ટમાં શાનદાર વિજય બાદ બીજી ટેસ્ટમાં પણ ભારતીય ટીમે જોરદાર શરુઆત કરી હતી. પહેલા દિવસે 4 વિકેટના નુકસાન પર 288 રન બનાવ્યાં હતા, જેમાં કેપ્ટન રોહિત શર્મા અને ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલની ફિફ્ટી સામેલ હતી, ત્યાર બાદ ટેસ્ટના બીજા દિવસે વિરાટ કોહલની સેન્ચ્યુરી અને રવિન્દ્ર જોડેજાની ફિફ્ટીની મદદથી સેશન 1 દરમિયાન 97 ઓવરની મદદથી ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 337 રન સુધી પહોંચ્યો છે.વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા હજી પણ રમતમાં છે.
ભારત અને વેસ્ટઈન્ડિઝના પ્લેઈંગ 11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજ.
વેસ્ટઈન્ડીઝ: ક્રેગ બ્રેથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, કિર્ક મેકેન્ઝી, જર્માઈન બ્લેકવુડ, એલિક એથેનાઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કેમર રોચ, જોમેલ વોરિકન અને શેનોન ગેબ્રિયલ.
 
                            
                            






.jpg)









 
 
                                     
 
                                     
 
                                    