સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram અચાનક જ થયું ઠપ, દુનિયાભરના યુઝર્સ પરેશાન


  • Published By :
  • Published Date : 2023-05-22 11:13:34

મેટાની ફોટો અને વીડિયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ એપ રવિવારે રાત્રે ડાઉન થઈ ગઈ હતી. વિશ્વભરના લાખો યુઝર્સ આ સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા. લોકોને લાગ્યું કે તેમનું ઈન્ટરનેટ કામ કરતું નથી, તેથી તેઓ વારંવાર નેટ બંધ કરીને રિફ્રેસ કરતા હતા, પરંતુ તેમ છતાં ઈન્સ્ટાગ્રામ ચાલતું ન હતું, કારણ કે યુઝર્સને ખબર ન હતી કે ઈન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયું છે.


ઇન્સ્ટાગ્રામ યુઝર્સે કરી ફરિયાદ


લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે સતત ફરિયાદો પણ નોંધાવી અને જણાવ્યું કે તેઓ એપને એક્સેસ કરી શકતા નથી. રવિવારે ઇન્સ્ટાગ્રામ યુઝર્સને ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને જો ગ્લોબલ લેવલની વાત કરીએ તો મોટાભાગના અમેરિકન યુઝર્સે ફરિયાદ નોંધાવી હતી અને અહીં યુઝર્સની સંખ્યા એક લાખથી વધુ હતી. 


આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ 


1 લાખ 80 હજાર યુઝર્સે ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવા માટે ડાઉનની ફરિયાદ આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Down Detector.com પર કરી હતી. વેબસાઈટ અનુસાર, આ આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ સમસ્યા હોઈ શકે છે, જેના કારણે લોકોને એપ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી હતી, જોકે અમે આ સમસ્યાને ઉકેલવા માટે સતત કામ કરી રહ્યા છીએ. Instagram રવિવારે લગભગ 1745 ET થી વપરાશકર્તાઓ માટે ડાઉન હતું. એક લાખ 80 હજારથી વધુ યુઝર્સે આ સમસ્યા અંગે ફરિયાદ કરી હતી.


મેટાએ અસુવિધા બદલ યુઝર્સની માફી માગી


મેટાના પ્રવક્તાએ પણ સ્વીકાર્યું હતું કે લોકો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેનાથી અમે સંપૂર્ણપણે વાકેફ છીએ. અમે શક્ય તેટલી વહેલી તકે સેવાઓ સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેમના માટે દિલગીર છીએ. જો કે બાદમાં તેમણે રોઇટર્સને જણાવ્યું હતું કે ટેક્નિકલ સમસ્યાને કારણે કેટલાક લોકો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવામાં સમસ્યા અનુભવી રહ્યા હતા. અમે તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ કરી દીધું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.