અકોલામાં ભડકેલી હિંસાને શાંત કરવા ઈન્ટરનેટ સેવા પર મુકાયો પ્રતિબંધ! આટલા લોકોને પોલીસે લીધા હિરાસતમાં!


  • Published By :
  • Published Date : 2023-05-16 13:04:23

મહારાષ્ટ્રના અકોલામાં હિંસા ભડકી રહી છે. અકોલા શહેર અને અહમદનગર જિલ્લાના શેવગાંવમાં સાંપ્રદાયિક હિંસા ભડકી રહી છે. જેમાં અનેક લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શાંતિ ભંગ કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો આપી દીધા છે. પોલીસે અશાંતિ ફેલાવનારને હિરાસતમાં લઈ લીધા હતા. 130થી વધારે લોકોને પોલીસે પોતાની હિરાસતમાં લઈ લીધાછે. ઝપાઝપીમાં એક વ્યક્તિની મોત થઈ ગઈ છે જ્યારે 13 જેટલા લોકોને ઈજા પહોંચી છે. અકોલા અને શેવગાંવ એમ બંને જગ્યા પર સ્થિતિ નિયંત્રણમાં છે. 


શોભાયાત્રા દરમિયાન થયો હતો પથ્થરમારો! 

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવ્યા બદલ મહારાષ્ટ્રમાં હિંસા ફાટી નીકળી હતી. અકોલામાં બે સમુદાયમાં ઘર્ષણ થયું હતું. અકોલામાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેને કારણે અશાંતિ ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. છત્રપતિ સંભાજી મહારાજની જયંતિ નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 


કડક કાર્યવાહી કરવા સીએમનો આદેશ! 

મહારાષ્ટ્રમાં ભડકેલી હિંસાને શાંત કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દોષિયો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આગ્રહ કર્યો કે કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લે ઉપરાંત સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટ કરતા પહેલા સાવધાન રહે. મળતી માહિતી અનુસાર અકોલામાં 100થી વધુ લોકોની તેમજ શેવગાંવમાં 32 લોકો  પોલીસની હિરાસતમાં લીધા છે. 


         

ઈન્ટરનેટ સેવા પર મુકાયો પ્રતિબંધ!

આ મામલે અકોલાના એસ.પી. સંદીપ ઘુગેએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર  અફવા ફેલાતી રોકવા શહેરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ જિલ્લાધિકારી નીમા અરોરાએ કર્ફ્યુનો આદેશ આપી લોકોને ઘરે જ રહેવા જણાવ્યું હતું. જો કે સોમવારે પરિસ્થિતિમાં સુધારો નોંધાતા આજે શહેરના સિટી કોનવાલી અને રામદાસપેઠ પોલીસ સ્ટેશનની હદમાં કર્ફ્યુમાં રાહત જાહેર કરવામાં આવી  હતી.





અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.