તમે ચેક કર્યું? iOS 16નું અપડેટ આવી ગયું છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 11:11:58

STORY BY SAMIR PARMAR 


એપલે પોતાનું ઓપરેટિંગ સિસ્ટમ iOS 16ના અપડેટની માહિતી ઘણા સમય પહેલા આપી દીધી હતી પરંતુ ભારતમાં તે રિલીઝ નહોંતું થયું. હવે ભારતમાં પણ iOS 16નું અપડેટ આવી ગયું છે. જમાવટ પર જાણો શું ખાસ છે iOS 16ના અપડેટમાં...


iPhone પર રાખો તમારી મરજીનું લોકસ્ક્રીન

આ અપડેટમાં તમે તમારી મરજીનું લોક સ્ક્રીન રાખી શકશો. તારીખ-સમય વગેરેના અક્ષરો બદલી શકશો. અક્ષરનો કલ પણ હવે બદલી શકાશે. અગાઉ લોકસ્ક્રીન પર ફોટો રાખતા હતા ત્યારે સમય અને તારીખ ફોટોની ઉપર આવી જતા હતા હવે તમે તેને તમારી અનુકૂળતા મુજબ ઉપર-નીચે કરી શકશો. લોકસ્ક્રીન પર ક્લોક-વેધર-સમાચાર-બેટરી સ્ટેટસ જેવા વીજેટ પણ એડ કરી શકાશે. તમારી અનુકૂળતા મુજબ ડુ નોટ ડિસ્ટર્બ જેવા અનેક ફિલ્ટર્સ રાખી શકશો. વોલપેપર પર ઈમોજી, એસ્ટ્રોનોમી વગેરે અપડેટ કરી શકાશે. 


મેસેજ ભૂલથી મોકલી દીધો? કોઈ વાંધો નહીં હવે અનસેન્ડ કરી શકશો

iOS 16ના નવા અપડેટમાં હવે iMessage પ્લટફોર્મ પર કરેલા મેસેજ અનસેન્ડ પણ કરી શકાશે. એટલે કે વોટ્સએપની જેમ મેસેજ ડિલિટ થઈ જશે. આ સિવાય મેસેજમાં ગ્રામરની ભૂલ હોય તો તેને મોકલ્યા પછી પણ એડિટ કરી શકાશે. આ એડિટ મેસેજ મોકલ્યાના 15 મિનિટની અંદર જ એડિટ કે ડિલિટ કરી શકાશે. 


 ફોટો ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકશો

iOS 16ના અપડેટમાં ફોટો ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકાશે. એટલે કે સાદી ભાષામાં તમારો ફોટો છે અને તમે તમારો ફોટો જ લેવા ઈચ્છો છો બાકીના બેકગ્રાઉન્ડને ફોટોમાંથી કાઢી નાખવા માગો છો તો ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને તમે ફોટોનું બેકગ્રાઉન્ડ કાઢી શકશો અને તમારો ફોટો જ લઈ શકશો. આ ફોટો તમે આઈ મેસેજમાં પણ મોકલી શકશો. 


બેટરી સેટિંગ્સમાં કરાયા અપડેટ

બેટરીના પરસેન્ટેજ તમને બેટરીની અંદર જોવા મળશે. સેટિંગ્સમાં બેટરીના ઓપ્શનમાં ક્લિક કરીને બેટરી પર્સેન્ટેજ મોડ ઓન કરી દેવાથી બેટરીના પર્સેન્ટેજ બેટરીની અંદર લખાયેલા દેખાશે. 


લાઈવ ટેક્સ વીડિયો

એટલે કે તમારા વીડિયોની અંદર કોઈ અક્ષરો છે જે અક્ષર તમે કોપી કરવા માગો છો તો વીડિયો પોઝ કરી જમણી બાજુ નીચેનું ઓપ્શન હશે તેનાથી અક્ષર કોપી કરી શકાશે. માત્ર કોપી જ નહીં આ અક્ષરોને ટ્રાન્સલેટ પણ કરી શકાશે. 


હવે આઈફોનની ગેલેરીમાં ફેસલોક લગાવો

તમે કોઈ ફોટો અન્ય વ્યક્તિને દેખાડવા નથી માગતા તો ગેલેરીમાં તમારા આલ્બમમાં હવે તમે ફેસલોક લગાવી  શકશો. જેથી તમારા અંગત ફોટો કોઈ જોઈ નહીં શકે.   





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.