એપલના CEO ટીમ કુકે ભારત પર લગાવેલો દાવ સફળ રહ્યો, કંપનીએ માત્ર એક જ મહિનામાં રેકોર્ડ 10 હજાર કરોડના આઈફોનની કરી નિકાસ


  • Published By :
  • Published Date : 2023-06-19 19:30:55

દુનિયાની અગ્રણી ટેક કંપની એપલે ભારતમાંથી આઈફોનના નિકાસમાં નવો રેકોર્ડ સર્જ્યો છે. એપલે માત્ર એક મહિનામાં જ 10,000 કરોડ રૂપિયાના આઈફોનની નિકાસ કરી છે. મે મહિનામાં કંપનીએ ભારતથી થયેલી સ્માર્ટ ફોનની કુલ નિકાસની વાત કરીએ તો રૂ. 12 હજાર કરોડનું રહ્યું છે.  આ રીતે ચાલુ નાણાકિય વર્ષમાં એપલે ભારતમાંથી 20 હજાર કરોડના આઈફોન (iPhone) નિકાસ કર્યા છે. 


iPhoneની નિકાસમાં 100 ટકાનો ગ્રોથ


એપલને ભારતમાં આઈફોનની નિકાસમાં દર વર્ષેના આધારે 100 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે ગત નાણાકિય વર્ષમાં ભારતથી આઈફોનની નિકાસ 5 અબજ ડોલરની રહી હતી. જે વર્ષ 2022ની તુલનામાં 5 ગણી વધેલી જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઈલેક્ટ્રોનિક ઉત્પાદનમાં વૃધ્ધી માટે આપવામાં આવતા પ્રોત્સાહનોના પગલે પણ કંપનીને ફાયદો થઈ રહ્યો છે. 


ભારતમાં આઈફોનના ઉત્પાદનનો નિર્ણય ફળ્યો


એપલના સીઈઓ ટીમ કુકે ચીનના બદલે ભારતમાં એપલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો હતો, તેમનો આ નિર્ણય કંપનીને ફળ્યો છે. ભારતમાં સ્માર્ટફોનની કુલ નિકાસમાં આઈફોનનો હિસ્સો 80 ટકા જેટલો છે, ત્યાર બાદ સેમસંગ અને અન્ય બ્રાંડનો નંબર આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ચીન અને અમેરિકા વચ્ચે સંબંધોમાં તંગદીલી સર્જાતા એપલે ભારત તરફ પ્રયાણ કર્યું હતું. એપલના આઈફોનનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરતી ત્રણ કંપનીઓ ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરી રહી છે. વર્ષ 2020 પહેલા એપલના આઈફોનની સંપુર્ણ સપ્લાય ચેઈન ચીન પર આધારીત હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે