IPL Auction: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પેટ કમિન્સ, આ ફ્રેન્ચાઇઝીએ 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો


  • Published By :
  • Published Date : 2023-12-19 15:15:37

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ઓક્શન પહેલી વખત ભારતની બહાર કોકા-કોલા અરિનામાં યોજાઈ રહ્યું છે. IPL-2024 માટે ખેલાડીઓના નામમાં એક નામ પેટ કમિન્સનું પણ છે. IPL-2024 ઓક્શનમાં પેટ કમિન્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા પ્લેયર તરીકે વેચાયો છે. ઓસ્ટ્રેલીયાના સ્ટાર પ્લેયર પેટ કમિન્સને સનરાઈઝર હૈદરાબાદે 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.  પેટ કમિન્સની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.


સનરાઇઝર્સ હૈદરાબાદ મેદાન મારી ગયું

 

ચેન્નાઈ સુપર કિંગ્સે કમિન્સ પર પહેલી બોલી લગાવી હતી. આ પછી મુંબઈ ઈન્ડિયન્સે બોલી લગાવવાનું શરૂ કર્યું. આ બંને વચ્ચે 4.80 કરોડ રૂપિયા સુધીની બિડિંગ હતી. આ પછી RCB એ દાવ લગાવ્યો, ચેન્નાઈની રૂ. 7.60 કરોડ સુધી બિડિંગમાં રહી હતી. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ સ્પર્ધામાં ઉતરી. અંતે સનરાઇઝર્સ હૈદરાબાદ મેદાન મારી ગયું હતું.


IPL-2024માં કુલ 333 ક્રિકેટર માટે બોલી લાગી


IPL-2024 પ્લેટર ઓક્શનમાં કુલ 333 ક્રિકેટર છે, 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડી છે. જેમાં 2 ખેલાડી એસોશિયેટ દેશોના છે. IPL-2024ના કુલ કેપ્ડ ખેલાડીઓ 116 છે, જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 215 છે, અને 2 એસોસિયેટ દેશોના છે. હવે મહત્તમ 77 સ્લોટ ઉપલબ્ધ છે અને 30 સુધી વિદેશી ખેલાડીઓ માટે સ્લોટ છે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.