IPL 2024: IPLની તારીખને લઈ મોટી અપડેટ, આ દિવસથી શરૂ થઈ શકે છે ટૂર્નામેન્ટ


  • Published By :
  • Published Date : 2024-01-22 14:21:46

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન આતુરતાથી રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિયાઓની આતુરતાનો અંત આવ્યો છે. IPLની સીઝનને લઈને મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ IPL 2024નો શુભારંભ 22 માર્ચથી થઈ શકે છે, અને ફાઈનલ મુકાબલો 26 મેના રોજ યોજાશે. એટલે કે મહિલા પ્રીમિયર લિગ (WPL)ના સમાપનના ઠીક 5 દિવસ બાદ  IPL 2024 શરૂ થઈ શકે છે. 


WPLના શેડ્યૂલની થશે જાહેરાત


ઉલ્લેખનિય છે કે મહિલા પ્રીમિયર લિગ (WPL)ની બીજી સીઝન 22 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાય તેવી સંભાવના છે, મહિલા પ્રીમિયર લિગ (WPL)ની મેચ બેંગલુરૂ અને દિલ્હીમા આયોજીત કરાશે.  ભારતીય  ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI) તેના તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે આ અંગે વાત કરી ચુકી છે.  એક-બે દિવસમાં જ  WPLના શેડ્યૂલનું સત્તાવાર  રીતે જાહેરાત થઈ શકે છે.  


 લોકસભા ચૂંટણીઓ વચ્ચે યોજાશે  IPL


IPL 2024નું  સત્તાવાર શેડ્યૂલ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ થાય તેવી સંભાવના છે. 22 માર્ચથી 26 મે દરમિયાન ટૂર્નામેન્ટ આયોજીત કરવાનું   BCCI વિચારી રહ્યું છે. જો  કે સમગ્ર કાર્યક્રમની પુષ્ટી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ જ થઈ શકે છે. એક વાત તો સ્પષ્ટ છે કે BCCI ભારતમાં જ   તમામ મેચો યોજાય તે અંગે આશ્વસ્ત છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે