IPL 2024: શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન, હાર્દિક પંડ્યાનું સ્થાન લેશે


  • Published By :
  • Published Date : 2023-11-27 15:05:50

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે ગુજરાત ટાઈટન્સે (GT) એક મોટી જાહેરાત કરી છે. ગુજરાત ટાઈટન્સે (GT) તેમના નવા કેપ્ટન તરીકે શુભમન ગીલના નામની જાહેરાત કરી છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં જતો રહેતા  શુભમન ગીલ કપ્તાનીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. આખરે ગુજરાત ફ્રેન્ચાઈઝ દ્વારા સત્તાવાર રીતે શુભમન ગીલે ઘોષણા કરતા કહ્યું  કે IPLની આગામી સીઝનમાં શુભમન ગીલ ટીમના કેપ્ટન હશે. ઉલ્લેખનિય છે કે IPL 2023ની હરાજી પહેલા ગિલને ગુજરાત ટાઇટન્સે 8 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.


ગુજરાત ટાઇટન્સે શું કહ્યું?


ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, 'શુભમન ગીલે છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક લીડર તરીકે પણ પરિપક્વ થતો જોયો છે. મેદાન પરના તેમના યોગદાનથી ગુજરાત ટાઇટન્સને પણ એક મજબૂત તાકાત તરીકે ઉભરવામાં મદદ કરી છે. તેની પરિપક્વતા અને કુશળતા તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.'


શુભમન ગિલે આનંદ વ્યક્ત કર્યો?


શુભમન ગિલે કેપ્ટન બનવા વિશે કહ્યું, 'ગુજરાત ટાઇટન્સની કેપ્ટન્સી સંભાળીને હું ખુશ છું. આટલી સારી ટીમનું નેતૃત્વ કરવું એ મોટી વાત છે. મારા પર વિશ્વાસ કરવા બદલ હું ફ્રેન્ચાઈઝીનો આભાર માનું છું. અમારી પાસે બે અદ્ભુત સિઝન છે. ગુજરાત ટાઇટન્સે 2022 અને 2023 સિઝનમાં ભાગ લીધો હતો. તેની ડેબ્યુ સીઝનમાં જ તેણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટાઇટલ જીત્યું હતું. તે છેલ્લી સિઝનમાં રનર-અપ રહી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે