સીમાની જેમ પાકિસ્તાનથી ભારત આવી હતી ઈકરા, જાણો આ લવ સ્ટોરીનો શું આવ્યો હતો અંજામ


  • Published By :
  • Published Date : 2023-07-18 20:23:22

PUBG દ્વારા પ્રેમ અને પછી લગ્ન માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર આ દિવસોમાં ચર્ચામાં છે. જો કે સીમા હૈદર પહેલી પાકિસ્તાની મહિલા નથી જે સરહદ પારથી પોતાના પ્રેમ માટે ભારત આવી હોય. અગાઉ ઇકરા જીવાની નામની યુવતી પણ તેના ભારતીય પ્રેમી માટે પાકિસ્તાનથી ભારતમાં ભાગી આવી હતી. જો કે, તે લવસ્ટોરી સફળ થઈ શકી ન હતી. કારણ કે ઇકરાને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે સીમાને અહીં ભારતમાં રહેવા દેવામાં આવે છે કે પછી તેને પણ ઇકરાની જેમ પાકિસ્તાન પરત મોકલવામાં આવશે.

 

Ludo રમતા સંપર્કમાં આવ્યા 


અગાઉ ઇકરા જીવાની નામની યુવતી પણ આ જ રીતે પાકિસ્તાનથી ભારત આવી હતી. તે પણ તેના ભારતીય પ્રેમી મુલાયમ સિંહ યાદવ માટે. ઇકરા-મુલાયમની લવસ્ટોરી સીમા-સચિન જેવી જ છે. જ્યાં એક તરફ સીમા અને સચિન ઓનલાઈન PUBG ગેમ દ્વારા મળ્યા હતા. તો ત્યાં ઈકરા અને મુલાયમ ઓનલાઈન  Ludo Game રમતા હતા. જેમ સીમા અને સચિન નેપાળમાં મળ્યા અને ત્યાંના મંદિરમાં લગ્ન કર્યા. એ જ રીતે ઇકરા અને મુલાયમ પણ નેપાળમાં મળ્યા હતા અને ત્યાંના મંદિરમાં લગ્ન કર્યા હતા. પરંતુ સીમા અને સચિનની કિસ્સામાં જ્યાં સીમા તેમની પ્રથમ મુલાકાત પછી પાકિસ્તાન પરત ફર્યા. ઇકરા પણ દાગીના વેચીને અને મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને સરહદ પારથી મુલાયમ માટે ભારત આવી હતી. બીજી તરફ ઈકરા-મુલાયમની લવસ્ટોરીમાં બંને લગ્ન બાદ તરત જ નેપાળથી બેંગલુરુ શિફ્ટ થઇ ગયા હતા. દંપતી લોકોથી છુપાઈને ભાડાના મકાનમાં રહેતું હતું. 


અંતે ઇકરાને પાકિસ્તાન ડિપોર્ટ કરાઈ


23 જાન્યુઆરી 2023 ના રોજ, બેંગ્લોર પોલીસે ઇકરાને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા અને તેની ઓળખ છુપાવવાના આરોપમાં ધરપકડ કરી. આ સાથે જ પાકિસ્તાની નાગરિકને ગેરકાયદેસર રીતે આશ્રય આપવાના આરોપમાં મુલાયમ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર જાન્યુઆરીમાં ધરપકડ બાદ ઇકરાને 13 ફેબ્રુઆરી 2013ના રોજ મુલાયમે ઇકરાને જામીન આપવા માટે અરજી કરી હતી. પરંતુ ‘આતંકવાદના ભય’ને ટાંકીને બૅંગ્લુરૂ કોર્ટેએ તેમની અરજી ફગાવી દીધી હતી. પોલીસ પણ તેમની અરજીનો વિરોધ કર્યો હતો. જાન્યુઆરી માસમાં ઇકરાની ધરપકડ બાદ તેમને ઇમિગ્રેશન ઑફિસરોને સોંપી દેવામાં આવી હતી. બાદમાં 19 ફેબ્રુઆરી 2023ના રોજ અધિકારીઓએ ભારત-પાકિસ્તાન બૉર્ડરેથી ઇકરાને પાકિસ્તાન ડિપોર્ટ કરી દીધી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે