Iranએ પુરાવા આપ્યા... Pakistan સ્થિત Jaish al-Adl આતંકી કેમ્પના ડ્રોન ફુટેજ કર્યા રિલિઝ


  • Published By :
  • Published Date : 2024-01-19 19:40:47

Iranએ પાકિસ્તાનના  બલૂચિસ્તાનમાં જે જગ્યા પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો તેનો વીડિયો લોન્ચ કર્યો છે. આ વીડિયો એક ડ્રોન ફુટેજ છે, જેમાં આતંકવાદીઓનો અડ્ડો અને શસ્રબધ્ધ આતંકીઓ જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર પહાડો વચ્ચે આવેલી સાંકળી ખીણમાં આવેલું છે. આ વીડિયોમાં આતંકવાદીઓ ઘાતક હથિયારો સાથે ટ્રેનિંગ લેતા જણાય છે. 


વીડિયો વાયરલ થયો


પાકિસ્તાનના  બલૂચિસ્તાનમાં આતંકવાદીઓ એટલી સાંકડી ખીણમાં રહી રહ્યા છે, જ્યાં સરળતાથી કોઈની પણ નજરે આવી શકતા નથી. આ તમામ અડ્ડાઓ Jaish al-Adl આતંકવાદીઓના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ડ્રોન ફુટેજ રિલિઝ કરતા જ વીડિયો વાયરલ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે ઈરાનના સર્વિલાન્સ ડ્રોનને પણ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પકડી શકી નહોંતી. ઈરાનના ડ્રોન બલુચિસ્તાનમાં ઘુસ્યા હતા અને જાસુસી કરી હતી. ડ્રોને આ જગ્યાઓના ચોક્કસ લોકેશનના સહારે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો. આ અગાઉ ઈરાને સિરિયામાં પણ ઈસ્લામિક સ્ટેટના અડ્ડાઓ અને ઈરાકમાં ઈઝરાયેલની જાસુસી સંસ્થા મોસાદના સ્થાનો પર હુમલો કર્યો હતો.   


બે બાળકોના મોત થયા હતા


ઈરાને 16 જાન્યુઆરી, 2024 ના રોજ, બલૂચિસ્તાનમાં આવેલા Jaish al-Adlના આતંકવાદી સ્થાનો પર હુમલો કર્યો. આ વિસ્તારમાં રહેતા સુન્ની જૂથોને બંને બાજુ રહેતા બલૂચ લોકો સાથે સંઘર્ષ થયા કરે છે, બંને એકબીજા સાથે લડતા રહે છે. પાકિસ્તાને કહ્યું કે ઈરાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .