ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધ દરમિયાન ઈરાને કર્યો આ મોટો દાવો, જંગમાં ઝંપલાવવાની પણ આપી ચિમકી


  • Published By :
  • Published Date : 2023-10-16 22:27:10

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લોહિયાળ જંગ હજુ કેટલા દિવસ ચાલશે તે અંગે કોઈ સ્પષ્ટપણે કહી શકે તેમ નથી. ઈઝરાયેલની સરકાર હમાસના કબજામાં રહેલા તેના નાગરિકોને મુક્ત કરાવવા માટે હવે જમીન માર્ગે પણ ગાઝામાં ઘુસવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે આ યુધ્ધ હજુ લાંબુ ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે આ દરમિયાન હમાસના મિત્ર દેશ ઈરાને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે જો ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા બંધ કરી દેશે તો હમાશ અપહરણ કરવામાં આવેલા તમામ 200 ઈઝરાયેલી નાગરિતોને છોડવા માટે તૈયાર છે. 


ઈરાને યુધ્ધમાં ઝંપલાવવાની આપી ધમકી


ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ દાવો કરતા કહ્યું કે ઈઝરાયેલના નાગરિકોને છોડવા માટે હમાસ તૈયાર છે. જો કે  તેમણે સામે શરત રાખી હતી કે આ માટે પહેલા તો ઈઝરાયેલની સેનાએ હવાઈ હુમલા બંધ કરવા પડશે. તેમણે વધુમાં તેમ પણ કહ્યું હતું કે હમાસને આ યુધ્ધ આગળ વધારવામાં કોઈ મુશ્કેલી નથી, તેમની પાસે ઈઝરાયેલનો સામનો કરવાની સંપુર્ણ ક્ષમતા છે. બીજી તરફ ઈરાને ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં તેમના દ્વારા ગાઝામાં સતત હિંસક તબાહી ચાલું રહી તો ઈરાન પણ હમાસના સમર્થનમાં આ યુધ્ધમાં કુદી પડશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે