ઈઝરાયેલમાં મોતનું તાંડવ, ઈઝરાયેલના નાગરિકો સાથે ક્રુરતા, અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-08 18:13:30

ઈઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ફરી એક વખત યુધ્ધ છેડાયું છે. શનિવારે ઈઝરાયેલમાં રજાનો દિવસ હતો તે તકનો લાભ લઈને હમાસે ગાઝા પટ્ટીમાંથી નજીકના શહેરોમાં જોરદાર રોકેટ હુમલો કર્યો હતો. હમાસે તેના આતંકવાદીઓને પણ ઈઝરાયેલમાં ઘુસાડ્યા છે. હાલ બંને વચ્ચે લોહીયાળ જંગ ચાલી રહ્યો છે. આ યુધ્ધના 24 કલાકમાં જ 500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલ પર હમાસનો આ અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો મનાય છે. 


ઈઝરાયેલના નાગરિકો સાથે ક્રુરતા


ઈઝરાયેલી વિસ્તારોના માર્ગો પર નાગરિકો અને હમાસના આતંકવાદીઓના શબ જોવા મળ્યા હતા. એક મહિલા માટરસાયકલ પર બે આતંકવાદીઓ વચ્ચે બેઠેલી જોવા મળી રહી છે. ઈઝરાયેલી નાગરિકોને હમાસે સૈનિકો અને નાગરિકોનું અપહરણ કરીને મોટર સાયકલો પર અને ગાઝા વિસ્તારમાં લાવતા જોવા મળી રહ્યા છે.  હમાસના લડવૈયાઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વિડિયોમાં, એક ઇઝરાયલી સૈનિકના મૃતદેહને ગાઝાની અંદર પેલેસ્ટિનિયનોનું ગુસ્સે ભરેલું ટોળું ખેંચી જતું જોઈ શકાય છે. આ હુમલો મોટા સંઘર્ષમાં ફેરવાઈ જવાનો ભય છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના અગાઉના સંઘર્ષો ગાઝામાં મોટા પાયે મૃત્યુ અને વિનાશમાં પરિણમ્યા હતા.


કઈ રીતે ઘુસ્યા આતંકવાદીઓ?


હમાસે ઈઝરાયેલમાં ઘુસણખોરી કરી સમગ્ર દુનિયાને દંગ કરી દીધી છે. હમાસે લાંબા સમયથી સમસ્યારૂપ બનેલી ભુમુધ્ય સાગર નજીકના વિસ્તારને ઘેરતી સરહદી વાડને તોડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો. તેમણે મોટરસાયકલો, પિકઅપ ટ્રક, પેરાગ્લાઈડર અને ઝડપી નૌકાઓની મદદથી ઘુસણખોરી કરી હતી.



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.