ઈઝરાયેલમાં લોકશાહીની રક્ષા માટે લોકો માર્ગો પર ઉતર્યા, PM નેતન્યાહુ સામે પ્રચંડ લોકજુવાળ


  • Published By :
  • Published Date : 2023-03-27 20:32:08

ઈઝરાયેલના શહેર તેલ અવીવમાં રવિવાર રાતથી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શનો ચાલી રહ્યા છે. નેતન્યાહુએ તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગૈલેંટને હટાવી દીધા છે અને ત્યારથી લોકોમાં નારાજગી છે. તેઓએ ફરી એકવાર પીએમ સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. નેતન્યાહુ દ્વારા બરતરફ કરાયેલા સંરક્ષણ પ્રધાન ન્યાયિક પ્રણાલીમાં સુધારાની વિરુદ્ધ હતા. લોકોના હાથમાં ઈઝરાયેલના ઝંડા હતા અને તેઓ 'લોકશાહી'ના નારા લગાવી રહ્યા હતા. દેખાવકારોએ આયલોન હાઇવે સહિત રસ્તાઓ અને પુલ બ્લોક કરી દીધા હતા.


રક્ષા મંત્રીએ નવા કાયદાનો કર્યો વિરોધ 

 

જેરુસલેમમાં પોલીસ અને સૈનિકોએ વિરોધ કરનારાઓ સામે પાણીની તોપોનો પણ ઉપયોગ કર્યો હતો. આ પ્રદર્શનકારીઓ પીએમ નેતન્યાહુના ઘર પાસે પ્રદર્શન કરી રહ્યા છે. નવા પ્રસ્તાવિત કાયદાને લઈને એક સપ્તાહમાં અનેક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નેતન્યાહુ દ્વારા આયોજિત સુધારા હેઠળ, ન્યાયાધીશોની નિમણૂક કરતી સમિતિ પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. આ પછી, કોર્ટ માટે એવા નેતાને હટાવવાનું મુશ્કેલ બનશે જે તેના પદ માટે યોગ્ય નથી. આ કારણે અનેક લોકો નારાજ થયા છે. પીએમ નેતન્યાહુ પર હાલ ભ્રષ્ટાચારના ઘણા કેસ ચાલી રહ્યા છે.


'નેતન્યાહુએ તમામ મર્યાદા ઓળંગી'


ઘણા ઇઝરાયેલી વિરોધ પ્રદર્શકો ધ્વજ લહેરાવતા અને થાળી વગાડતા નેતન્યાહુના ઘરની બહાર જોવા મળ્યા હતા. આ પછી, તે પોલીસ ફોર્સની સુરક્ષા હેઠળ ઇઝરાયેલની સંસદ નેસેટ પહોંચ્યા હતા. દેશના રાજકીય વિષ્લેષકોનું માનવું છે કે લોકતાંત્રિક દેશના પીએમ તરીકે નેતન્યાહુએ તમામ મર્યાદા ઓળંગી છે. વિરોધમાં સામેલ એક સરકારી કર્મચારીએ કહ્યું, 'અમે અમારી લોકશાહીના છેલ્લી દીવાલની સુરક્ષા કરી રહ્યા છીએ અને અમે આ રીતે સૂઈ શકીએ નહીં. આપણે આ ગાંડપણને રોકવું પડશે અને તો જ આપણે કંઈક કરી શકીશું.'



ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. લોકસભા ચૂંટણીને કારણે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાાં આવશે. આ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગીના સચિવ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે...

પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાતાઓ પાસેથી પૈસાની માગણી કરી છે. વોટની સાથે નોટની અપીલ લલિત વસોયાએ કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો છે જેમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો ભાજપ પણ પોતાની વાત પર મક્કમ છે. આ બધા વચ્ચે રાજકોટમાં ભાજપના મધ્યસ્થી કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે.. તે સિવાય તાપીમાં પણ વિરોધ થયો છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો આજે અંતિમ દિવસ છે. અનેક ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવી દીધું છે જ્યારે આજે અનેક ઉમેદવારો ફોર્મ ભરવાના છે. ગાંધીનગર બઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે, નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ ફોર્મ ભરશે. પરેશ ધાનાણી પણ આજે ફોર્મ ભરવાના છે.