ઈઝરાયેલમાં સરકાર જ સર્વ સત્તાધીશ, નેતન્યાહુ સરકારે સુપ્રીમ કોર્ટની સત્તા પર કાતર ચલાવી, દેશભરમાં વિરોધ પ્રદર્શનો


  • Published By :
  • Published Date : 2023-07-25 17:48:27

ઈઝરાયેલની સંસદે સોમવારે એક વિવાદાસ્પદ કાયદાને મંજૂરી આપી દીધી છે. દેશની ન્યાય પ્રણાલીને ફરીથી આકાર આપવાની નેતન્યાહુની યોજનાનો આ એક મહત્વપૂર્ણ ભાગ હોવાનું કહેવાય છે. સંસદમાં બિલની તરફેણમાં 64 વોટ પડ્યા જ્યારે વિરોધમાં શૂન્ય. વિરોધ વ્યક્ત કરતા વિપક્ષે મત વિભાજનનો બહિષ્કાર કર્યો છે. આ વિધેયક સરકારના ન્યાયિક સુધારામાં પસાર કરવામાં આવેલ મુખ્ય બિલ છે. બિલમાં સુધારાની માંગણી કરવામાં આવી હતી અને વિપક્ષો સાથે વ્યાપક પ્રક્રિયાગત સમજૂતીની વાત કરવામાં આવી હતી. પરંતુ આ બંનેને લઈને સંસદમાં છેલ્લી ઘડીના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા. કાયદાને નરમ કરવા માટે રજૂ કરાયેલા વિચારોની ચર્ચા પીએમ નેતન્યાહુ અને ગઠબંધનના મુખ્ય નેતાઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ બધા અનિર્ણિત રહ્યા હતા. લગભગ 30 કલાક સુધી ચર્ચા ચાલી હતી. જેની શરૂઆત રવિવારે સવારે થઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, હવે બિલના પહેલા ભાગને મંજૂરી મળી ગઈ છે. મોટા ઉદ્યોગો અને યુનિયનો હડતાલ અને બંધનું આયોજન કરી રહ્યા છે. ઇઝરાયલના રાષ્ટ્રીય વિરોધ આંદોલનકારો દેશની એકતામાં ભંગાણ, સૈન્ય અને અર્થવ્યવસ્થાના પતન માટે નેતન્યાહુને જવાબદાર ઠેરવ્યા હતા.


શા માટે થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શનો?


કોઈપણ લોકશાહીના ત્રણ મહત્વના સ્તંભ હોય છે. કારોબારી, ન્યાયતંત્ર અને ધારાસભા. લોકશાહીમાં સમસ્યા ત્યારે આવે છે જ્યારે લોકોનો કારોબારીમાંથી વિશ્વાસ ઉઠી જાય છે. આ સમયે ઈઝરાયેલમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં કાર્યપાલિકા બાકીના બે સ્તંભોની શક્તિ ઘટાડીને તેની શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહી છે. નેતન્યાહુ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરે છે. તે ઘણી વખત કોર્ટમાં પણ હાજર થયો હતો. તેઓ નવેમ્બર 2022માં ફરી એકવાર પીએમ બન્યા. ત્યારથી, તેમના પ્રયાસો દેશની ન્યાયિક વ્યવસ્થાને નબળી બનાવવાના છે. આશ્ચર્યજનક રીતે, નેતન્યાહુ અને તેમના દૂર-જમણે સાથીઓએ સત્તામાં પાછા ફર્યાના થોડા દિવસો પછી જાન્યુઆરીમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આની પાછળ, તેમણે દાવો કર્યો કે બિલની જરૂર છે જેથી બિનચૂંટાયેલા ન્યાયાધીશોને મળેલી વધુ પડતી સત્તાઓ પર અંકુશ લાવી શકાય. તેનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે આનાથી દેશમાં સત્તા સંતુલનની વ્યવસ્થા ખોરવાઈ જશે. દેશ નિરંકુશ શાસન તરફ આગળ વધશે. મહિનાઓથી ચાલી રહેલા આ દેખાવોમાં હજુ વધારો થવાની ધારણા છે.


લોકો રસ્તા પર આવ્યા


કાયદાકીય પરિવર્તનનો વિરોધ કરી રહેલા લોકોએ લોકશાહી કે બળવાના નારા લગાવ્યા. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલમાં સરમુખત્યારશાહી નહીં ચાલે. આ દરમિયાન અનેક પત્રકારો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. દેખાવકારોએ મુખ્ય બેગુઈન હાઈવે બ્લોક કરી દીધો હતો. નેતન્યાહુની સરમુખત્યારશાહીનો વિરોધ કરવા માટે કેટલાક વિરોધીઓ ઉત્તર કોરિયાનો ધ્વજ લઈને જતા જોવા મળ્યા હતા. પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.


કાયદામાં શું છે વિવાદાસ્પદ જોગવાઈ?


આ વિવાદાસ્પદ કાયદાની જોગવાઈઓ મુજબ, અદાલતોને કેબિનેટ અને મંત્રીઓના નિર્ણયોની તર્કસંગતતા પર કોઈ પણ પ્રકારની તપાસ કરવા પર પ્રતિબંધ છે. સરકારના નિર્ણયોને અન્યાયી જાહેર કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસેથી છીનવી લેવામાં આવી છે. કોર્ટના નિર્ણયોને સંસદમાં બહુમતી દ્વારા રદ કરી શકાય છે. જ્યારે કોર્ટ પાસે મહત્વની સત્તા એ હતી કે દેશની સરકારને નિરંકુશ બનતી અટકાવી શકાય. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે ઈઝરાયેલનું બંધારણ લખાયેલું નથી. જેના કારણે સરકાર ઇચ્છે તેમ કાયદાઓ સાથે રમી શકે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ સહિત તમામ કોર્ટમાં જજોની નિમણૂકમાં સરકારનો નિર્ણય આખરી રહેશે. ન્યાયાધીશોની નિમણૂક માટેની સમિતિમાં સરકારનું પ્રતિનિધિત્વ વધશે. મંત્રીઓ માટે કાયદાકીય સલાહકારોની સલાહનું પાલન કરવું જરૂરી રહેશે નહીં, જ્યારે કાયદા અનુસાર, તેઓએ સલાહનું પાલન કરવું પડશે. અગાઉ, સરકાર દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવિત ફેરફારોમાંથી એક કાયદો બની ગયો હતો. જે અંતર્ગત એટર્ની જનરલનો અધિકાર રદ કરવામાં આવ્યો છે, જેમાં એટર્ની જનરલ શાસક વડાપ્રધાનને ગેરલાયક ઠેરવી શકે છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.