ISROની મોટી સિદ્ધિ, બ્રિટિશ કંપનીના કુલ વજન 5805 કિલો વજનના 36 ઉપગ્રહો લોન્ચ કર્યા


  • Published By :
  • Published Date : 2023-03-26 13:39:12

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)એ રવિવારે નવો કિર્તિમાન પોતાના નામે કર્યો છે.આજે એટલે કે 26 માર્ચે ઈસરોએ બ્રિટનનાં 36 સેટેલાઇટ એકસાથે લોન્ચ કર્યાં છે. અંતરિક્ષમાં મોકલવામાં આવેલ બધાં જ સેટેલાઇટનું કુલ વજન 5805 કિલોગ્રામ છે. આ મિશનને LVM3-M3/વનવેબ ઇન્ડિયા-2 નામ આપવામાં આવ્યું છે.તેનું લોન્ચિંગ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રીહરિકોટાના સ્પેસપોર્ટથી સવારે 9.00 વાગ્યે કરવામાં આવ્યું છે.


LVM3 રોકેટની છઠ્ઠી સફળ ઉડાન  


જેમાં ISROના 43.5 મીટર લાંબા LVM3 રોકેટ (GSLV-MK III)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ISROનું સૌથી ભારે રોકેટ છે. જેણે અન્ય લોન્ચપેડથી ઉડાન ભરી. આ લોન્ચપેડથી ચંદ્રયાન-2 મિશન સહિત પાંચ સફળ લોન્ચિંગ થયાં છે. LVM3થી ચંદ્રયાન-2 મિશન સહિત સતત પાંચ સફળ મિશન લોન્ચ કરવામાં આવ્યાં છે. આ તેની છઠ્ઠી સફળ ઉડાન છે.


બ્રિટિશ કંપનીના 36 ઉપગ્રહ લોન્ચ


ISRO એ જણાવ્યું કે વર્તમાન મિશન LVM3-M3 એ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL)નું બીજું સમર્પિત કોમર્શિયલ સેટેલાઇટ મિશન છે, જે તેની ક્લાયન્ટ બ્રિટિશ કંપની M/s ​​નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ (M/s OneWeb) માટે હાથ ધરવામાં આવ્યું છે. LVM-3 એ ISROના સૌથી ભારે પ્રક્ષેપણ યાન GSLVMK-3નું નવું નામ છે જે સૌથી ભારે ઉપગ્રહોને નિશ્ચિત ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.


વનવેબ શું છે?


બ્રિટનની કંપની વનવેબ માટે ઈસરોનાના કોમર્શિયલ યુનિટ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)નું આ બીજું મિશન હતું. નેટવર્ક એક્સિસ એસોસિયેટેડ લિમિટેડ એટલે કે વનવેબ બ્રિટન સ્થિત કોમ્યુનિકેશન કંપની છે. તેની માલિકી બ્રિટિશ સરકાર, ભારતની ભારતી એન્ટરપ્રાઈઝ, ફ્રાન્સની યુટેલસેટ, જાપાનની સોફ્ટબેંક, અમેરિકાની હ્યુજીસ નેટવર્ક્સ અને દક્ષિણ કોરિયાની ડિફેન્સ કંપની હનવ્હાની પાર્ટનરશિપ છે. તે સેટેલાઇટ આધારિત સેવા પૂરી પાડતી કોમ્યુનિકેશન કંપની છે. વનવેબ કંપનીનું હેડક્વાર્ટર લંડનમાં છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.