ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં થઈ રહી છે હિમવર્ષા! જાણો ગુજરાત માટે શું કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-25 18:27:31

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં દેશનું વાતાવરણ કેવું રહેશે તે માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે. દિલ્હીમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક રાજ્યોમાં પડશે વરસાદ!  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિમાચલ પ્રદેશ માટે પણ મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ચંબા, રોહતાંગ અને જલોડી દર્રામાં હિમવર્ષા થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારતના હવામાનમાં થયેલા પરિવર્તનની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. અનેક રાજ્યોનું તાપમાન ઠંડું રહેશે. આગાહી પ્રમાણે 30 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે. હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં પણ કડાકાભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતમાં ફરી આવશે માવઠું!

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. ગુજરાત માટે પણ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.  આગાહી પ્રમાણે આગામી ત્રણ-ચાર દિવસ સૂકૂ વાતાવરણ રહેશે પરંતુ તે બાદ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 29મીએ ફરી વાદળો જોવા મળી શકે છે. 28 માર્ચ દરમિયાન ફરી માવઠું આવવાની આગાહી કરવામાં આવી છે. 


એપ્રિલ મહિના બાદ તાપમાનમાં થઈ શકે છે વધારો 

હવામાન વિભાગની આગાહી મુજબ એપ્રિલના પહેલા અઠવાડિયમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત, ઉત્તરગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ એપ્રિલ મહિનામાં વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 20 એપ્રિલ બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે. આ વર્ષે ગરમીનો માર વધુ સહન કરવો પડશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે