ચૂંટણી પહેલા જ કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ CM જગદીશ શેટ્ટરે આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-04-16 18:04:41

કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટરે રવિવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેમણે 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને બાય બાય કરી દીધું છે. ભાજપે તેમને ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે આ નિર્ણય લીધો, જેના પછી તરત જ વિપક્ષ કોંગ્રેસે તેમને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.


ભાજપથી હતા નારાજ


ભાજપના રાજ્ય એકમના પૂર્વ પ્રમુખ અને છ વખતના ધારાસભ્ય  67 વર્ષીય શેટ્ટરે શનિવારે કહ્યું હતું કે તેઓ ત્રણ દાયકા સુધી ભાજપ સાથે રહ્યા બાદ વિધાનસભામાંથી રાજીનામું આપી દેશે અને પાર્ટી સાથે અલગ થઈ જશે. શેટ્ટરે પણ કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે આગામી વિધાનસભા ચૂંટણી લડશે, દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રકાશે કહ્યું કે જો શેટ્ટર તેમની પાર્ટીમાં જોડાવા માંગતા હોય, તો પાર્ટી તેમનું સ્વાગત કરશે.


વિધાનસભા અધ્યક્ષને આપ્યું રાજીનામું


હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટના ધારાસભ્ય, શેટ્ટર ઉત્તરા કન્નડ જિલ્લાના સિરસી પહોંચ્યા અને વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. સિરસીમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ જગદીશ શેટ્ટરે કહ્યું કે, હું માત્ર હુબલી-ધારવાડ-સેન્ટ્રલ માટે ધારાસભ્યની બેઠક ઇચ્છતો હતો... મેં રાજ્યમાં પાર્ટીના વિકાસમાં યોગદાન આપ્યું છે.


મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ


કર્ણાટકના ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને રાજ્યના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ સહિત પક્ષના અગ્રણી નેતાઓએ શનિવારે મોડી રાત સુધી શેટ્ટરને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો અને તેમણે રવિવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે