દારૂબંધીના ધજાગરા LIVE! દારૂના ભઠ્ઠાની વિડિયો જમાવટે રિલીઝ કરી અને...


  • Published By :
  • Published Date : 2023-10-23 15:14:30

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને રાજ્યમાં દારૂની રેલમછેલ આવા શબ્દો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. ગુજરાતમાં દારૂ પીનારાઓ અને દારૂ વેચનારાઓની ચર્ચાઓ પણ દરરોજ થાય છે. પણ દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણે આવા ઝેરી દારૂથી લોકોને મરતા જોઈએ છીએ. આવા દારૂથી આપણે કેટલાય લોકોને લઠ્ઠાકાંડમાં મરતા જોયા છે. કેટલાય પરિવારો નોંધારા બનતા જોયા છે. જ્યારે જ્યારે ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાય છે ત્યારે ત્યારે તમે ગુજરાત દારૂબંધી કડક થઇ જાય છે પણ, પછી શું જેમનું તેમ ?


દેશી દારૂની ભઠ્ઠી પર અમે LIVE રેડ કેમ કરી ?

આમ તો, સામાન્ય રીતે દારૂના અડ્ડા અને દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ રેડ કરતી હોય છે. પરંતુ અનેક વખત પત્રકાર તરીકે સામાજિક જવાબદારી નિભાવવી એ પણ આપણી ફરજ બની જાય છે. અમે એક સ્ટોરી બનાવી મહેસાણાના લાખવડ ગામ પાસેથી પસાર થઈ થયા હતા. જે દરમ્યાન મને જાણવા મળ્યું હતું કે આ ગામમાં દારૂની ભઠ્ઠીઓ છે જ્યાં દેશી દારૂનું ઉત્પાદન થાય છે. એ સાંભળી મને થયું કે પોલીસને જાણ કરું, પણ મારા મિત્રએ મને કહ્યું કે પોલીસને જાણ કરશો તો બધું બંધ થઈ જશે! તો પછી મે વિચાર્યુ કે ચલો તો પછી આપણે જ જઈએ. અને ત્યાં બહાર ગાડી મૂકી અમે અંદર ચાલતા ગયા જ્યાં એક વાડામાં (વાડ કરેલી જગ્યા) મે જોયુ એક ભાઈ ત્યાં બેઠા હતા અને ત્યાં આ દેશી દારૂ બની રહ્યો હતો. ત્યાં ઘણા બધા કેરબા અને દારૂ બનાવવાની સામગ્રી હતી અને ચૂલો સળગી રહ્યો હતો. આ જોઈ મે ત્યાં હાજર વ્યક્તિ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો અને એ વ્યક્તિનું Interview કર્યું હતું જેમાં ત્યાં હાજર એ ભાઈએ અમને બતાવ્યું હતું કે દેશી દારૂ કેવી રીતે બને છે

દેશી દારૂ કેવી રીતે બને ?

અમે આ દારૂની ભઠ્ઠી પર હાજર વ્યક્તિ પાસેથી જાણ્યું કે, દેશી દારૂ બનાવવા માટે ગોળ અને ફટકડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણીવાર આ દેશી દારૂમાં કેમિકલ પણ નાખવામાં આવતું હોય છે. જેના કારણે આ દારૂમાં નશાનું પ્રમાણ વધી જતું હોય છે. આ ગોળ, ફટકડી અને કેમિકલને એક પીપડામાં ભરી મિક્ષ થાય સુધી મૂકી રાખવામાં આવે છે અને પછી માટલા આકારનના વાસણમાં આ પ્રવાહીને ભરી પેક કરી ચૂલા પર મૂકવામાં આવે છે. જેમાંથી ગરમ વરાળ નીકળતી હોય છે જેને પાઇપના દ્વારા બીજી બરણીમાં ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે એટલે કે વરાળમાંથી બાષ્પીભવન થઈ આ દેશી દારૂ બનતો હોય છે. ( વિડિયો જોઈ વધુ સમજી શકશો ) આમ તો આ દારૂ સ્વીટ પોઈઝનની જેમ હોય છે ધીરે ધીરે શરીરને ખતમ કરે છે. ઘણીવાર આ કેમિકલ યુક્ત દારૂ ઝેરી બની જતો હોય છે જેના કારણે કેટલાયના મોત થઈ જતાં હોય છે

વીડિયોના બે જ કલાકમાં પોલીસે કાર્યવાહી કરી હતી !

મહેસાણાના લાખવડ ગામની સીમમાં જ્યાં આ દારૂની ભઠ્ઠી ચાલતી હતી. ત્યાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ લાગે છે. આ વિડિઓ રિલીઝ થયા બાદ મહેસાણા તાલુકા પોલીસ દોડતી થઈ હતી. અને લાખવડ ગામની આ ભઠ્ઠીને તોડી નાખવામાં આવી હતી. અને આ ભઠ્ઠી પરથી પોલીસને 300 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે સાથે તે જ દિવસે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ દ્વારા ત્રણ દેશી દારૂના કેસ કરવામાં આવ્યા છે. 

https://youtu.be/MImYeOnWkaw?si=sVjlo4jcDUjyp_3O

શું વિડિયો જોયા બાદ પોલીસે કાર્યવાહી કરી ?

મહેસાણામાં અનેક જગ્યાએ આવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચાય છે ! જે સૌ કોઈને ખબર છે. પણ ઘણી વાર પોલીસની રહેમનજર હેઠળ પણ આ દારૂની હાટડીઓ ખુલ્લેઆમ ચાલતી હોય છે ! મહેસાણામાં આવો અને નાના છોકરાને પણ પૂછો ને તો એને પણ ખબર હોય કે દારૂ ક્યાં વેચાય છે. તો પછી પોલીસ ને ખબર ના હોય ? આ વિડિઓ રિલીઝ થયા બાદ મહેસાણા તાલુકા પોલીસના કેટલાક કર્મચારીઓનો ઇગો પણ હર્ટ થયો હતો ! અમે દારૂના અડ્ડા પર રેડ કરતા આ પોલીસના કર્મચારીઓ પાસે આ રેડની વિગતો માંગવાનો પ્રયાસ કર્યો હતો. પણ એમાંથી અમુક કર્મચારીઓ તો જાણે કે એમના ઘરે જઈને મે વિડિયો ઉતારી હોય તેવા ગુસ્સામાં હતા. આ ગુસ્સો કદાચ એટલા માટે પણ આવ્યો હોય કે, તેમનું સેટિંગ બગડી ગયું હોય ?



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.