Jamnagar : જુઓ Anant Ambani-Radhika Merchant Pre Wedding Celebrationની સુંદર તસવીરો, Mukesh Ambani અને Nita Ambaniનો કપલ ડાન્સ...


  • Published By :
  • Published Date : 2024-03-02 13:21:22

ગુજરાત સામાન્ય રીતે આમ તો ચર્ચામાં રહેતું હોય છે પરંતુ હમણાં ગુજરાતનું Jamnagar સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. Mukesh Ambani અને  Nita Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. જામનગર ખાતે  Pre Weddingનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલથી ફન્ક્શન શરૂ થઈ ગયા છે. જામનગર ખાતે દેશ વિદેશથી મહેમાનો આવ્યા છે. અનેક ઉદ્યોપતિઓ, બોલિવુડ સ્ટાર તેમજ મોટી મોટી હસ્તીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ઉજવણીની સુંદર તસવીરો પણ સામે આવી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ કપલ ડાન્સ પણ કર્યો હતો.

  

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati


જામનગર માટે નીતા અંબાણીએ કહી આ વાત 

ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અંબાણી પરિવાર પોતાની જાહોજલાલી માટે તો તે પ્રસિદ્ધ છે પરંતુ તેમના સાદગી પણ દિલ જીતી લે છે. થોડા દિવસો પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં અંબાણી પરિવારનું ગુજરાતીપણું છલકાઈને દેખાતું હતું. અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, મુકેશ અંબાણીએ ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. પ્રી વેડિંગ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા એક વીડિયો નીતા અંબાણી દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જામનગર વિશે વાત કરી હતી. તે ઉપરાંત અનંત અંબાણીએ પણ જામનગરને લઈ વાત કરી હતી.

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

પિતાને યાદ કરી ભાવુક થયા મુકેશ અંબાણી!

અંબાણી પરિવાર હંમેશાથી પોતાની લાઈફસ્ટાઈલ, અંબાણી પરિવારમાં ઉજવાતા કાર્યક્રમો, અંબાણી પરિવારના સભ્યો દ્વારા પહેરવામાં આવતા કપડા ચર્ચામાં રહેતા હોય છે. નીતા અંબાણી અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે જામનગર ખાતે પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં એટલી ધામધૂમ કરવામાં આવી રહી છે તો લોકોને એ ઉત્સુક્તા છે કે લગ્નમાં કેટલી જાહોજલાલી હશે. મુકેશ અંબાણીએ સ્પીચ આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે અનંતમાં તેમને પોતાના પિતાની છબી દેખાય છે. તેમની સ્પીચ ઈમોશનલ કરી દે તેવી છે. આવતી કાલ સુધી આ પ્રીવેડિંગ કાર્યક્રમ ચાલવાનો છે.         



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે