Janmashtami એટલે એવા ભગવાનનો જન્મદિવસ, જેમની છબી દરેક માતા પોતાના સંતાનમાં જોતી હોય.. કૃષ્ણ ભગવાનના જીવનમાંથી શીખવા જેવી વાતો....


  • Published By :
  • Published Date : 2023-09-07 11:46:47

આજે જન્માષ્ટમીનો પાવન પર્વ. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ. કૃષ્ણ એટલે આકર્ષણ... કૃષ્ણ એટલે એક એવા ભગવાન જેને જોઈ દરેક મનુષ્યને તેમના પ્રત્યે આકર્ષણ થાય... એટલે જ આપણા શાસ્ત્રમાં કહેવાયું છે 'કર્ષતિ ઇતિ કૃષ્ણ' એટલે જે ભક્તોના મનને પોતાની પ્રત્યે આકર્ષી લે છે તે કૃષ્ણ છે. દરેક માતા પોતાના સંતાનમાં કૃષ્ણનું સ્વરૂપ જોવે છે. પ્રેમથી અનેક માતાઓ પોતાના દીકરાને કૃષ્ણ અથવા તો કાન્હા કહીને પણ બોલાવતી હશે. આ એવા ભગવાન છે જેમની પૂજા બાલ્ય અવસ્થામાં બાળ ગોપાલ તરીકે કરવામાં આવે છે.  

Pin on A Hindu god B

મધરાત્રીએ કારાવાસમાં થયો હતો ભગવાનનો જન્મ 

કૃષ્ણ ભગવાનના જન્મ વિશે તો આપણે સૌ જાણીએ છીએ. શ્રાવણ વદ આઠમે રાત્રે 12 વાગ્યે કારાવાસમાં દેવકીજી અને વસુદેવજીને ત્યાં શ્રી કૃષ્ણનો જન્મ થયો. ઈશ્વરનો જન્મ થયો ત્યારે બેડીઓ તૂટી ગઈ. ઈશ્વરીય આજ્ઞાથી વસુદેવજી ભગવાનને ગોકુળમાં નંદબાબા અને યશોદાજીને ત્યાં પધરાવી આવે છે. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. યમુનાજી પણ બંને કાંઠે વહી રહ્યા હતા. યમુનાજી ભગવાનના દર્શન કરવા આતુર હતા એટલે નદીના મોજા ઉંચા ઉછળી રહ્યા હતા. ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાનો એક પગ બહાર કાઢીને યમુનાજીને શાંત કર્યા. ભગવાનના ચરણસ્પર્શ થતા યમુનાજી શાંત થઈ ગયા. શેષનાગ ભગવાનને વરસાદથી રક્ષણ આપતા હતા. નંદબાબાને ત્યાં ભગવાનને પધરાવવામાં આવ્યા. અને દેવકીજીને ત્યાં જન્મેલી કન્યાને પોતાની સાથે લઈ આવ્યા. પછીની કથાઓ, દૈત્યોનો ઉદ્ધાર કર્યો તે વાત તો આપણે સૌ જાણીએ છીએ. 


કૃષ્ણ ભગવાનનું જીવન આજે પણ લોકો માટે છે આદર્શ  

ભગવાન શ્રીકૃષ્ણને નારાયણનો અવતાર માનવામાં આવે છે. 64 કળાઓના અધિષ્ઠાતા ભગવાન કૃષ્ણને ગણવામાં આવે છે. આજે વાત કૃષ્ણ ભગવાનના જન્મ વિશે તેમની લીલાઓ વિશે નહીં પરંતુ તેમણે આપેલા ઉપદેશ્યની કરવી છે. આ એક જ ભગવાન છે જેમને લોકો પ્રેક્ટિલ ભગવાન તેમના ભક્તો માને છે. તેમની નીતિનો પર, તેમને જીવેલા જીવન પરથી આજના  મોટિવેશલન સ્પીકરો લોકોને પ્રેક્ટિકલ થવાના ઉપદેશ્ય આપે છે. 

Pin by Rush D on Bold & Beautiful | Lord krishna images, Lord krishna,  Krishna art

એ ભગવાન જે વાંસળી પણ રાખે અને સુદર્શન ચક્ર પણ 

આ એ જ ભગવાન છે જે વાંસળી પણ વગાડી શકે અને જરૂર પડે ત્યારે સુદર્શન ચક્ર ઉપાડી કોઈનો વધ પણ કરી શકે. ગોપીઓના વસ્ત્રોને ચોરી પણ શકે તો દ્રૌપદીના ચીરને પૂરી પણ શકે. યુદ્ધમાં શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હોય પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે પોતાની પ્રતિજ્ઞાને તોડી પણ દીધી છે. છપ્પન ભોગનો ત્યાગ કરી વિદુરજીને ત્યાં ભોજન પણ કરી શકે છે તો સુદામાના પૌઓ પણ ખાઈ શકે છે. જગતનો નાથ હોવા છતાંય અર્જુનના સારથી પણ બની શકે છે. મહાભારતનું યુદ્ધ એક ક્ષણમાં ભગવાન ધારતા તો પતાવી શક્તા હતા પરંતુ તેમણે દુનિયાને કર્મનો સિદ્ધાંત શીખવાડ્યો. કર્મ જાતે જ કરવું પડે છે તે ઉપદેશ્ય તેમણે જગતનો આપ્યો. ભગવાન હોવા છતાંય પોતે પણ કર્મથી મુક્ત નથી.  

Image

જમાવટ તરફથી આપ સૌને જન્માષ્ટમી પર્વની શુભકામના....

 ભગવાન શ્રી કૃષ્ણના જીવન પરથી આપણે સમજી શકીયે કે ભગવાન હોવા છતાં પણ તેમના જીવનમાં સંઘર્ષો હતા. નાની ઉંમરે પોતાનું ઘર છોડ્યું, પોતાના મા-બાપને છોડ્યા. ઈશ્વરનો અવતાર હોવા છતાંય મનુષ્ય અવતારમાં તેમને કષ્ટ ભોગવ્યું છે તો આપણે તો માણસ છીએ. ભગવાન રામને પણ કષ્ટ પડ્યું હતું, ભગવાન કૃષ્ણને પણ જીવનમાં સંઘર્ષ કરવું પડ્યું હતું તો આપણે તો મનુષ્યો છીએ. આપણાં જીવનમાં કષ્ટો આવવા સામાન્ય વાત ગણાય. મનુષ્ય રૂપે અવતરેલા ભગવાનોનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. શ્રી કૃષ્ણના આદર્શો આપણે આપણા જીવનમાં ઉતારીએ તેવી આશા. જન્માષ્ટમી પર્વની જમાવટ તરફથી આપ સૌને હાર્દિક શુભકામના...  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે