અમેરિકાના 80 વર્ષીય પ્રમુખ જો બિડેને ફરી ચૂંટણી લડવાની કરી જાહેરાત, પ્રચાર અભિયાન વીડિયો લોન્ચ કર્યો


  • Published By :
  • Published Date : 2023-04-25 18:55:54

અમેરિકાના પ્રમુખ જો બિડેને તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યાના ત્રણ વર્ષથી ઓછા સમયમાં ફરી એકવાર અમેરિકાના ટોચના પદ માટે પોતાનો દાવો જાહેર કર્યો છે.  80 વર્ષીય ડેમોક્રેટ બિડેનએ આ જાહેરાત એક પ્રચાર અભિયાન વીડિયોમાં કરી હતી. તેમણે એક વીડિયો ટ્વીટ કરીને સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી હતી. અમેરિકાના ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે.


લોકો પાસે વધુ 4 વર્ષ માંગ્યા


અમેરિકાના પ્રમુખ જો બિડેને મંગળવારે ઔપચારિક રીતે તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. આ દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું છે કે 2024માં તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે. તેમણે અમેરિકનોને લોકશાહી બચાવવા માટે તેમને ફરીથી ચૂંટવા માટે આહવાન કર્યું હતું. જો બિડેને અમેરિકના લોકોને કહ્યું છે કે તેમણે જે શરૂ કર્યું છે તે પૂર્ણ કરવા માટે તેમને વધુ ચાર વર્ષ આપવામાં આવે.


લોકોને આશ્ચર્ય થયું


જો બિડેનની ઉમેદવારી લોકો અને રાજકીય પંડિતો માટે આશ્ચર્યજનક છે, કારણ કે તેમની ખરાબ તબિયતના સમાચાર અવાર નવાર આવતા રહે છે. તે ઉપરાંત મીટિંગમાં સૂવું અને ઘણી બાબતો ભૂલી જવા સહિતની સમસ્યા પણ તેમની રહી છે.



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.