અમેરિકામાં પીએમ મોદીને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સવાલ પૂછનાર પત્રકાર Sabrina Siddiquiને BJP IT સેલે કરી ટ્રોલ, યુએસએ કરી ભારતની નિંદા, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-27 17:10:35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણા અમેરિકા સહિત અન્ય દેશની મુલાકાતે હતા. જ્યાં દેશનું ભલું થાય તેના માટે વિચારણા કરવામાં આવી અને ઉદ્યોગપતિઓને ભારત આવવા આમંત્રણ આપવામાં આવ્યું. પ્રધાનમંત્રી જ્યારે વ્હાઈટ હાઉસ હતા ત્યારે તેમણે પત્રકાર પરિષદ પણ યોજી હતી. ભારતમાં ભલે પત્રકાર પરિષદ નથી થતી પણ વિદેશની ધરતી પર પત્રકાર પરિષદ થાય છે જે લોકતંત્ર માટે એક સુંદર વાત છે. 


વડાપ્રધાનને સવાલ પૂછવા બદલ પત્રકારને કરાયા ટ્રોલ

ત્યારે વોલ સ્ટ્રીટ જર્નલ નામના મોટા છાપાના સંવાદદાતા સબરિના સિદ્દિકીએ પ્રધાનમંત્રીને ભારતમાં અલ્પસંખ્યકો એટલે કે પત્રકારના પૂછ્યા મુજબ મુસ્લીમો સાથે થતાં કથિત ભેદભાવ મામલે સવાલ પૂછવામાં આવ્યો. બસ આ તેમની ભૂલ કે પત્રકારે સવાલ પૂછીને પોતાનું કામ કર્યું. જેવી આ ઘટના થઈ ત્યાર બાદ સબરિના સિદ્દિકીને ઓનલાઈન ટ્રોલ કરવાનું શરૂ કરી દેવાયું. આમ પણ ભાજપની આઈટી સેલનું કામ એ છે જ કે કોઈ પણ એવો એન્ગલ શોધી લેવામાં આવે અને પછી કોઈ પણ વ્યક્તિને હેરાન કરવામાં આવે જે તેમની વિચારધારાથી વિપરિત વાત કરે છે. આઈટીસેલે એન્ગલ કાઢ્યો કે સબરિનાના મમ્મી પપ્પા પાકિસ્તાનના છે અને નીકળી ગયું પાકિસ્તાન કનેક્શન. 


ઓનલાઈન ટ્રોલની જવાબદારી ભાજપના આઈટી સેલના પ્રમુખે સ્વીકારી 

આ જ કનેક્શન પર તેમને ટ્રોલ કરવામાં આવ્યા.. ટ્રોલ તો કરવામાં આવ્યા પણ તેની સાથે જે થયું એ ગંભીર હતું... તેમના અભદ્ર ફોટો પણ એડિટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા. કારણ હતું કે પત્રકારે સવાલ કેમ પૂછી લીધો. ન્યૂઝ એજન્સી વાયરનું માનીએ તો આ ઓનલાઈન ટ્રોલની જવાબદારી આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ લીધી હતી. અમિત માલવિયા ભાજપના નેતા છે અને ભાજપનું સોશિયલ મીડિયા તેમના કંટ્રોલમાં ચલાવામાં આવે છે. 


અમેરિકાના વ્હાઈટ હાઉસે આ કાર્યની કરી નિંદા

અમે અમિત માલવિયાનું ટ્વિટર હેન્ડલ ચેક કર્યું તો સબરિના પર તેમની કોઈ ટ્વીટ નજર ન પડી. નજરે પડ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટ્વીટ રિટ્વીટ કરાઈ હતી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઈન્દિરા ગાંધી વિશે તેમના એજેન્ડા મુજબ જે વાતો કરવામાં આવી હતી તે ટ્વીટ કરાઈ હતી. જો કે એ રાજનેતાનું કામ હોય છે તે કરે એમાં કશો વાંધો પણ નથી અને કોઈને હોવા પણ લગભગ ન જોઈએ. મુદ્દો અહીં એ છે કે પત્રકારે સવાલ કર્યો તો તેમને ટ્રોલ કેમ કરવામાં આવ્યા. આ બધુ કર્યા પછી ભારતની આંતરરાષ્ટ્રીય ફજેતી થઈ રહી છે. ખુદ અમેરિકાના વ્હાઈટ હાઉસે આ કાંડની નિંદા કરી છે. 


અમેરિકામાં પત્રકાર પરીષદ દરમિયાન પૂછ્યો હતો પ્રશ્ન

સિદ્ધિકીના સવાલની વાત કરીએ તો તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે ભારત લાંબા સમય સુધી પોતાને દુનિયાના સૌથી મોટા લોકતંત્ર દેશના રુપે ગૌરાન્વિત કરતું આવ્યું છે પણ અમુક એવા માનવાધિકારી સમુહ છે જે કહે છે કે તમારી સરકારે ધાર્મિક રીતે અલ્પસંખ્યક સાથે ભેદભાવ કરે છે. અને પોતાના આલોચકોને ચૂપ કરવાની કોશીશ કરી છે. જ્યાં તમે ઉભા છો ત્યાં એટલે કે વ્હાઈટ હાઉસના ઈસ્ટ રુમમાં ત્યાં વિશ્વના અનેક નેતાએ લોકતંત્રની રક્ષા માટે વાતો કરી છે. તો તમે અને તમારી સરકારે ભારતમાં મુસલમાનો અને બીજા અલ્પસંખ્યકોના અધિકારોમાં સુધાર લાવવા અને સ્વતંત્ર અભિવ્યક્તિને બનાવી રાખવા શું પગલાઓ ભર્યા છે?



પત્રકારે આપવો પડ્યો ખુલાસો

બસ આ જ સવાલોના કારણે પત્રકારને હેરાન કરવાનું શરૂ થયું. અસર પત્રકાર પણ જોવા મળી દુખી થઈ તેમને એક ફોટો મૂકવો પડ્યો જેમાં તેને ખુલાસો કરવો પડ્યો કે એવું કશું નથી. ફોટોમાં તેમણે ભારતની જર્સી પહેરી હતી અને પોતાના પિતા સાથે ટીવી જોઈ રહ્યા છે. 2011ની વર્લ્ડ કપમાં તે ભારતનું સમર્થન કરી રહ્યા છે. તો પણ ટ્વીટર પર તેમને ટ્રોલ કરવાનું શરૂ જ રહ્યું. ટેગ લગાવામાં તો આપણ સોશિયલ મીડિયાના લોકો ક્યાં પાછા રહે છે. પત્રકારને ઈસ્લામવાદી કહેવામાં આવ્યા, પાકિસ્તાની કહેવામાં આવ્યા, પાકિસ્તાની મા બાપની દીકરી કહેવામાં આવ્યા અને અશ્લીલ ફોટો મૂકવામાં આવ્યા એ તો અલગ. 


અમારે ત્યાં બોલવાની સ્વતંત્રતા છે - વ્હાઈટ હાઉસના પ્રેસ સચીવ  

આ બધુ થતાં અમેરિકાએ સામે આવવું પડ્યું કે ભાઈ પત્રકારને હેરાન કરવાનું બંધ કરો, અમેરિકાના વ્હાઈટ હાઉસના પ્રેસ સચીવે સામે આવીને કહેવું પડ્યું કે સબરીના સાથે જે કરવામાં આવી રહ્યું છે તેની અમે નિંદા કરીએ છીએ. અમારે ત્યાં બોલવાની સ્વતંત્રતા છે. અને એટલા માટે જ અમારે ત્યાં પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી.


અમેરિકામાં પીએમે કહ્યું હતું કે લોકતંત્ર અમારી આત્મા છે 

વાત અમારે અહીં એ કરવી છે કે ઢોલકી જેવું કેમ થઈ રહ્યું છે. એક બાજુ સરખું વાગે છે અને બીજી બાજુ બોદું વાગી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તરફ દુનિયાના સૌથી શક્તિશાલી દેશ એટલે કે અમેરિકાની ધરતી પર વ્હાઈટ હાઉસમાં એ વાતનું ખંડન કરી રહ્યા છે કે ભારતમાં લઘુમતિ સાથે કોઈ ભેદભાવ નથી કરવામાં આવતો. અમારે ત્યાં લોકતંત્ર છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેણે ભારતના વડા તરીકે બીજા દેશની મુલાકાત લીધી હતી તેમણે કહ્યું કે લોકતંત્ર અમારી આત્મા છે, લોકતંત્ર અમારી રગોમાં દોડે છે, અમે લોકતંત્રમાં જ રહીએ છીએ, અમારી સરકારે લોકતંત્રના પાયાના સિદ્ધાંતોને સ્વીકાર્યા છે. ભારત ધર્મ, જાતિ, પંથ અને લિંગના આધાર પર ભેદભાવ નથી કરતું... પણ સામે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. જે પ્રધાનમંત્રી બીજા દેશોને છાતી ઠોકીને કહી રહ્યા છે કે અમે ભેદભાવ નથી કરતા તે જ પ્રધાનમંત્રીને તેમના જ સમર્થિત લોકો ખોટા પાડી રહ્યા છે. 


પીએમ મોદીની પાર્ટી ભારતને કરી રહે છે બદનામ!

ખુદ ભાજપનું આઈટી સેલ પાકિસ્તાની, ઈસ્લામાવાદી જેવા ટાઈટલથી પત્રકારને નવાજી રહ્યા છે અને હેરાન કરી રહ્યા છે. તો સવાલ અહીં એ થાય કે શું ભાજપનું આઈટી સેલ જ પ્રધાનમંત્રીના તાબામાં નથી કે તે તેમની વાતોનું જ ખંડન કરી તેમની વાતોથી જ ઉપર ઉઠીને એવું કરે જે તે નથી કરવા ઈચ્છતા. ખેર આ બધી વાતનો પડઘો એ પડ્યો છે કે પ્રધાનમંત્રીએ તો બીજા દેશોની મુલાકાત કરીને ભારતનો એક સારો અને સાચો ચહેરો દેખાડી દીધો પણ તેમની જ પાર્ટીના આઈટી સેલે બીજા દેશની સામે ભારતને પત્રકારને હેરાન કર્યાનો ધબ્બો લગાવી દીધો. અમુક હદ સુધી સાબિત કરી દીધું કે ભારતમાં અમારી સામે બોલશો તો તમારે બદનામ થવા તૈયાર રહેવું પડશે. એક રીતે જોવા જોઈએ તો સવાલો ઉઠી રહ્યા છે કે વિદેશના પત્રકારના આ હાલ થાય છે તો દેશના પત્રકારનો તો વાણી સ્વતંત્રતા પર શું હાલ થતા હશે.... 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.