કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાએ બાજી મારી, ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદની ઓફર


  • Published By :
  • Published Date : 2023-05-17 14:16:40

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈ કોંકડું ગુંચવાયું છે. જો કે હવે રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી મડાગાંઠ ઉકેલાય તેનું જણાઈ રહ્યું છે. કોંગ્રસ પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. તો ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદની સાથે મહત્વપૂર્ણ મંત્રાલયોની ઓફર કરવામાં આવી છે. કર્ણાટકના ત્રીજા મોટા સમુદાય કરૂબામાંથી આવતા સિદ્ધારમૈયા અંતે સીએમ પદ માટે બાજી મારી જતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.


સિદ્ધારમૈયાને બહુમતી ધારાસભ્યોનું સમર્થન 


કર્ણાટકના મુખ્યમંત્રીના પદને લઈને છેલ્લા ચાર દિવસથી બેંગ્લુરુથી લઈને દિલ્હી સુધી અનેક બેઠકો યોજાઈ હતી. સિદ્ધારમૈયા રેસમાં સૌથી આગળ હતા. આ પહેલા રવિવારે યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય વિધાયક દળની બેઠકમાં તમામ ધારાસભ્યોએ મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રીની પસંદગી કરવા કહ્યું હતું. આ પછી કોંગ્રેસ અધ્યક્ષે નિરીક્ષકોને તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરવા કહ્યું હતું. જેમાંથી 80થી વધુ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાની તરફેણમાં મતદાન કર્યું હતું. આવતીકાલે બેંગ્લુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓને આવતીકાલે બપોરે 3.30 વાગ્યે કંતીરવા સ્ટેડિયમમાં શપથગ્રહણની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે