અમિત શાહને બોલવું ભારે પડ્યું, કોંગ્રેસે નોંધાવી FIR, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-27 19:29:25

કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કાઈક એવું કહ્યું કે જેને લઈને કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે. અમિત શાહે તેમના નિવેદનમાં કહ્યું હતું ક જો રાજ્યમાં  કોંગ્રેસની સરકાર બની તો રાજ્યમાં રમખાણો થશે. આ અંગે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે, અને અમિત શાહ સામે એફઆઈઆર નોંધાવી છે. તે સાથે જ કોંગ્રેસે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. 


કોંગ્રેસે નોંધાવી FIR


કોંગ્રેસના નેતા અને  કર્ણાટક ચૂંટણી પ્રભારી રણદીપ સુરજેવાલા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર ગેરૂવારે બેંગલુરૂના ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપા નેતા અમિત શાહ, જે રેલીમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું તે રેલીના આયોજક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં લોકોમાં દુશ્મનાવટ ફેલાવવાનો અને વિપક્ષને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા ડીકે શિવ કુમારે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી કહે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવી તો રમખાણો થશે. તે આવું કેવી રીતે કહીં શકે છે, અમે ચૂંટણી પંચને પણ આ અંગે ફરિયાદ કરી છે.


અમિત શાહે શું કહ્યું હતું?


અત્રે ઉલ્લેખનિય છે કે કર્ણાટકના બેલગાવીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તો રાજ્યનો વિકાસ રિવર્સ ગિયરમાં થશે, વંશવાદની રાજનિતી ચરમસીમા પર પહોંચશે અને કર્ણાટકમાં રમખાણોથી પિડીત રાજ્ય બનશે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.