કર્ણાટક અને મહારાષ્ટ્રનો સરહદ વિવાદ વધુ ઉગ્ર બન્યો, બંને રાજ્યોના CM સાથેની અમિત શાહની બેઠક નિષ્ફળ


  • Published By :
  • Published Date : 2022-12-15 19:15:05

દેશમાં આસામ અને મિઝોરમ વચ્ચેનો વિવાદ હજુ  સળગી જ રહ્યો છે ત્યાં બે ભાજપ શાસિત રાજ્યો કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદનો વિવાદ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોઈ પરિણામ આવી શક્યું નથી પરંતું બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ વિવાદ અંગેના તેમના દાવા પર સુપ્રીમ કોર્ટમાંથી કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી વિવાદાસ્પદ નિવેદનો નહીં આપવા પર સંમત થઈ ગયા હતા.


મહારાષ્ટ્ર સરકારે ફટકારી નોટિસ


અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મિટિંગ કરી તે પહેલા જ કર્ણાટકમાં વિલયના પ્રસ્તાવ પાસ કરનારી 11માંથી 10 ગ્રામ પંયાયતોને તેમનો પ્રસ્તાવ રદ્દ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સોલાપુર જિલ્લાના અક્કલકોટની 11 ગ્રામ પંચાયતોને કારણ દર્શક નોટિસ ફટકારી છે. નોટિસમાંએ પૂછવામાં આવ્યો છે કે તે જણાવો કે તેમણે કર્ણાટકમાં વિલયનો પ્રસ્તાવ શા માટે પાસ કર્યો હતો. જો કે 11માંથી 10 ગામોએ રાજ્ય સરકારને જણાવ્યું કે તેમણે પ્રસ્તાવ રદ્દ કર્યો છે અને તે મહારાષ્ટ્ર સાથે જ રહેવા માગે છે.  


કન્નડ રક્ષક વેદિકાએ કર્યું પ્રદર્શન


બંને રાજ્યો વચ્ચેનો વિવાદ એ હદે વકર્યો છે કે કેટલાક દિવસો પહેલા મહારાષ્ટ્રથી કર્ણાટક આવી રહેલી ટ્રકોને બેલગાવીમાં રોકી દેવામાં આવી અને તેના પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. કર્ણાટક રક્ષક વૈદિકે નામના સંગઠનના કાર્યકર્તાઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. બંને રાજ્યોની સરહદ પર કન્નડ રક્ષક વેદિકાના કાર્યકરોએ મહારાષ્ટ્રથી આવતી ટ્રેનોને નુકસાન પહોંચાડ્યું હતું. બેંગ્લોર હાઈવે પરથી પસાર થતી ટ્રેનોને પણ નુકસાન કર્યું અને બીજા અનેક વાહનો પર પથ્થરમારો પણ કર્યો અને કાચ તોડી નાખ્યા હતા.


મહારાષ્ટ્ર સરકાર પર વિપક્ષોનું દબાણ


મહારાષ્ટ્ર સરકારનો જોરદાર વિરોધ છે તેમ છતા તેના વિસ્તારના ગામો કર્ણાટકમાં જોડાવા માંગે છે, જો કે આ મુદ્દે ઉધ્ધવ ઠાકરે ગ્રુપ ઉપરાંત કોંગ્રેસ અને એનસીપીએ પણ બિજેપી-એકનાથ શિંદે સરકાર વિરૂધ્ધ મોરયો ખોલ્યો છે. આ મુદ્દે 17 ડિસેમ્બરે મુંબઈમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન પણ આયોજીત કરવામાં આવ્યું છે.


કર્ણાટકના મુંખ્યમંત્રી દાવોને લઈ મક્કમ


મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભાજપનું શાસન છે પણ કર્ણાટકમાં આગામી થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી કર્ણાટકના મુંખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ પણ નમતુ જોખવા તૈયાર નથી.  કેમ કે જો આ મુદ્દે કડક વલણ ન અપનાવે તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન ભોગવવું પડે તેવી શક્યતા છે.


વિવાદ શા માટે?


મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો આ વિવાદ વર્ષ 1957થી શરૂ થયો છે. ભાષાના આધારે બે રાજ્યોની પુનઃરચના થઈ તે પહેલા આ બંને રાજ્યો બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતા. બેલાગવી સહિતના મરાઠી-ભાષી વિસ્તારોને કર્ણાટકમાં સમાવી લેવાથી મહારાષ્ટ્રના લોકો નારાજ હતા. મહારાષ્ટ્ર સરકારે 814 મરાઠી-ભાષી ગામો પર પણ દાવો કર્યો હતો જે હાલમાં કર્ણાટકનો ભાગ છે.


તેલંગાણા અને મહારાષ્ટ્ર વચ્ચે પણ વિવાદ


મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સીમા વિવાદ હજુ શમ્યો નથી અને તે દરમિયાન, તેલંગાણાને અડીને આવેલા રાજ્યના કેટલાક ગામોમાંથી માંગ ઉઠી છે કે તેમને અલગ કરવામાં આવે. તેવી માગ કરવામાં આવી છે. તેલંગાણાને અડીને આવેલા મહારાષ્ટ્રના 14 ગામોના લોકોએ માંગ ઉઠાવી છે કે તેમને તેલંગાણામાં ભેળવી દેવામાં આવે. જે ગામો વતી આ માંગ કરવામાં આવી છે તેમાં મહારાજગુડા, નેકે વાડા જેવા ગામોના નામ સામેલ છે. મહારાષ્ટ્ર કરતા તેલંગાણામાં સારી સુવિધાઓ મળતી હોવાથી આ 14 ગામોના લોકોએ  તેલંગાણા રાજ્ય સાથે જોડાવા માટે તલપાપડ બન્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.