કેદારનાથ ધામ આવ્યું ચર્ચામાં! મંદિરના ગર્ભગૃહમાં લાગેલું સોનુ છે કે પિત્તળ? જાણો સમગ્ર મામલો અને આ મામલે ટ્રસ્ટે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-17 19:00:18

કેદારનાથ ધામનું નામ સાંભળીએ ત્યારે આપણી આંખમાં અલગ જ ચમક આવી જતી હોય છે. ચારધામની યાત્રાઓમાંનું આ મહત્વનું સ્થાન છે. ત્યારે કેદારનાથ ધામ ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ કેદારનાથ મંદિરની બહાર સંતોષ ત્રિવેદીએ વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, સાંભળીએ સૌથી પહેલા એ વીડિયો જેમાં સંતોષ ત્રિવેદી આરોપ લગાવી રહ્યાં છે. 


સવા અરબનું સોનું ગાયબ થઈ ગયું!

હવે આ બાદ કેદારનાથ મંદિર ટ્વિટર પર ટ્રેન્ડ થઈ કરી રહ્યું છે, અને ચારેય તરફ ચર્ચાઓ થઈ રહી છે કે શું ખરેખર કેદારનાથના મંદિરના ગર્ભગૃહમાંથી સવા અરબનું સોનું ગાયબ થઈ ગયું છે? હવે આની સામે બદ્રિ-કેદાર મંદિર સમિતિએ એક પ્રેસનોટ બહાર પાડી છે અને એમનું કહેવું છે કે આ વાત માત્ર લોકોને ભ્રમિત કરવા માટે અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કહેવામાં આવી રહી છે. 


મંદિર સમિતિએ આ વાતને પાયાવિહોણી ગણાવી!

બદ્રિ-કેદાર મંદિર સમિતિએ કહ્યું છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં કુલ 23,777.800 ગ્રામ સોનું લગાડવામાં આવ્યું છે. જેની વર્તમાન બજાર કિંમત લગભગ 14.38 કરોડ રુપિયા છે, અને આ ઉપરાંત સોનાના કામ માટે વપરાયેલી તાંબાની પ્લેટોનું કુલ વજન 1001.300 કિલોગ્રામ  છે, જેની કુલ કિમંત માત્ર 29 લાખ રુપિયા છે. તેથી જે આરોપો લાગ્યા છે કે મંદિરના ગર્ભગૃહમાંથી એક અરબ પંદર કરોડ એટલે કે સવા અરબ કરોડનું જે સોનું ગાયબ થઈ ગયું છે એ બધી વાતો પાયાવિહોણી છે. હવે આમા કોનું ગણિત સાચું અને અને કોનું ગણિત ખોટું એ તો સમય જ બતાવશે. 

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે