કેદારનાથ મંદિર ફરી આવ્યું ચર્ચામાં! કેદારનાથ ધામના ગર્ભગૃહમાં મહિલાએ ઉડાડી નોટો, મહિલા વિરૂદ્ધ થઈ FIR, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-21 18:05:23

સોશિયલ મીડિયા પર કેદારનાથ મંદિરના ગર્ભગૃહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં આ મહિલા કેદારનાથજીના શિવલિંગ પર નોટ ઉડાડતી દેખાય છે. મહિલાના આવા વર્તનથી ભક્તોની લાગણી દુભાઈ છે.  જોવા જેવી તો વાત એ છે કે મંદિરના પૂજારી પણ હતા. જો કે શ્રદ્ધાળુઓની લાગણી પર ઘા થતાં મહિલા સામે પોલીસ ફરિયાદ કરી દેવામાં આવી છે. 

શિવલીંગ પર કરી નોટોની વર્ષા!

અનેક શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામની મુલાકાત કરી રહ્યા છે. આ દરમિયાન આ વીડિયો બહાર આવ્યો છે. પાછળ બેકગ્રાઉન્ડમાં ક્યા કભી અંબર સે સૂર્ય બીછડતા હૈવાળું ગીત વાગી રહ્યું છે. અને બીજી બાજુ મહિલા ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સામે રૂપિયાનો વરસાદ કરી રહી છે. લોકોએ આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ વખોળ્યો. શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ ફરિયાદ કરી તો રૂદ્રપ્રયાગ પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. સોનપ્રયાગ પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાવમાં આવ્યો છે. 


મહિલા વિરૂદ્ધ કાર્યવાહી થાય તે માટે ઉઠી માગ!

બદ્રીનાથ કેદારધામ ટેમ્પલ કમિટીના અધ્યક્ષ અજેંદ્ર અજયે આ ઘટનાની ખૂબ નિંદા કરી હતી કારણ કે મહાદેવના શિવલિંગ સામે મહિલાએ રૂપિયા ઉડાવ્યા હતા. અજેંદ્ર અજયે પોલીસને કહ્યું હતું કે આ કૃત્ય સામે કાર્યવાહી થવી જોઈએ. તે સિવાય પહેલા પણ વિવાદ સામે આવ્યો હતો. કેદારનાથમાં ઘોડા અને ખચ્ચર સંચાલકોના લોકોએ યાત્રીઓ સાથે મારપીટ કરી હોય તેવો બનાવ સામે આવ્યો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. શ્રદ્ધાળુ માર્ગ પર જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે મારપીટ કરવા લાગ્યા હતા. જ્યાર બાદ તેમણે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે આરોપીઓને પકડી લીધા હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે