કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું સ્ફોટક નિવેદન, ભારતમાં જન્મેલી દરેક વ્યક્તી હિંદુ


  • Published By :
  • Published Date : 2023-01-29 17:07:17

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે હિંદુ કોઈ ધાર્મિક શબ્દ નથી, તે ભૌગોલિક શબ્દ છે. જે ભારતમાં જન્મ્યો છે, દેશમાં જ રહે છે અને જીવે છે, તેને હિંદુ કહેવા જોઈએ. આરીફ મોહમ્મદે કહ્યું કે તમારે મને પણ હિંદુ પણ કહેવો જોઈએ. અંગ્રેજોએ લોકોને ધર્મના આધારે વિભાજિત કર્યા હતા. તેમણે કેરળના તિરુવનંતપુરમમાં એક કાર્યક્રમમાં આ નિવેદન કર્યું હતું. 


ભારતમાં જન્મેલો દરેક માણસ હિંદુ 


કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ઉત્તર અમેરિકામાં સ્થાયી થયેલા મલયાલી હિન્દુઓ દ્વારા આયોજિત 'હિંદુ સંમેલન'નું ઉદ્ઘાટન કરવા 28 જાન્યુઆરીએ તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે સર સૈયદ અહેમદ ખાને એકવાર કહ્યું હતું કે મને નથી લાગતું કે હિંદુ કોઈ ધાર્મિક શબ્દ છે, તે ભૌગોલિક શબ્દ છે. જે ભારતમાં જન્મે છે તે ભારતમાં જન્મેલ અનાજ ખાય છે.. અહીંની નદીઓનું પાણી પીવે છે, તે હિંદુ કહેવડાવવાનો હકદાર છે.


અંગ્રેજોએ ભાગલા પડાવ્યા


આરિફ મોહમ્મદે કહ્યું કે તમારે મને પણ હિન્દુ માનવો જોઈએ... અંગ્રેજોના સમયમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો. કારણ કે તેઓ ધર્મના આધારે લોકોને વહેંચતા હતા. આરિફ મોહમ્મદે બીબીસી ડોક્યુમેન્ટરીને પણ એક ષડયંત્ર ગણાવ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે