KFCથી ઓર્ડર કરનારા સાવધાન! ચિકનમાંથી સેફ્ટી પિન નીકળી, ગ્રાહકે કંપનીને ફટકારી કાનૂની નોટિસ


  • Published By :
  • Published Date : 2023-07-07 17:33:31

દેશની બ્રાન્ડેડ અને ખ્યાતનામ રેસ્ટોરન્ટમાં ભોજન લેવાના કે ઓનલાઈન ઓર્ડર કરવાના શોખિન હોવ તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. રાજધાની દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ કોલોનીમાં રહેતી એક મહિલાએ KFCમાંથી ચિકન પોપકોર્ન ઓર્ડર કર્યું હતું. જો કે આ મહિલાને મળેલા ચિકન પોપકોર્નમાં સેફ્ટી પિન મળી આવતા હોબાળો મચી ગયો છે. આ મહિલાના પતિ અભય ભાટીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે અને KFCને પણ લિગલ નોટિસ ફટકારી છે. 


KFCના ચિકન પોપકોર્નમાંથી સેફ્ટી પિન મળી


આ મામલે લીગલ નોટિસ મોકલનાર એડવોકેટ આનંદ કટિયારે જણાવ્યું કે 26 મે, 2023ના રોજ સ્વિગી એપ દ્વારા KFC રેસ્ટોરન્ટના 7, 8, 9, 10 નંબર, ગ્રાન્ડલી સિનેમા કોમ્પ્લેક્સ કોમ્યુનિટી સેન્ટર ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં ચિકન પહોંચાડવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ મહિલા દ્વારા ચિકન પોપકોર્ન મંગાવવામાં આવ્યું હતું. ઓર્ડર મળ્યા બાદ તે ચિકન પોપકોર્નમાંથી સેફ્ટી પિન મળવાની ફરિયાદ આવી છે, ત્યારબાદ મહિલાના પતિ અભય ભાટી વતી લીગલ નોટિસ મોકલવામાં આવી છે.


3 સરનામા પર નોટિસ મોકલવામાં આવી 


એડવોકેટ આનંદ કટિયારે કહ્યું કે KFCના ત્રણ સરનામાં પર નોટિસ મોકલવામાં આવી છે જેમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. આ કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ખૂબ જ ગંભીર બાબત છે અને કંપનીની આવી બેદરકારી કોઈ પણ સંજોગોમાં સહન ન કરવી જોઈએ. ખાસ કરીને જો આ કંપનીઓ માલના નામે વ્યાજબી રકમ વસૂલે છે તો તેના આધારે સ્વચ્છતાની સાથે ગુણવત્તાનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને આને ધ્યાનમાં રાખીને, 3 જુલાઈ 2023 ના રોજ તેમની વિરુદ્ધ નોટિસ મોકલવામાં આવી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.