સાન ફ્રાંન્સિસ્કોમાં ખાલિસ્તાનીઓનો ભારતીય દુતાવાસ પર હુમલો, અમેરિકાએ ઘટનાને વખોડી, FBI કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-07-04 20:46:56

ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે (2 જુલાઈ)ના રોજ મોડી રાત્રે અમેરિકામાં ભારતીય દુતાવાસને આગના હવાલે કરી દીધા બાદ અમેરિકાએ પણ કડક વલણ અપનાવ્યું છે. આ હરકત શિખ ફોર જસ્ટીસના આતંકી ગુરૂપરવંત સિંહ પન્નના 8 જુલાઈથી વિદેશમાં બનેલા ભારતીય દુતાવાસોને ઘેરવાની જાહેરાતના આગળના દિવસે જ આ હરકત કરવામાં આવી છે. ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) આ ઘટનાની તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ શનિવાર રાત્રે 1.30થી 2.30 વાગ્યા દરમિયાન ભારતીય વાણિજ્ય દુતાવાસમાં આગ લગાવી દીધી હતી. જો  કે સાન ફ્રાન્સિસ્કોના ફાયર વિભાગે તે આગ પર તરત જ કાબુ મેળવી દીધો હતો. 


ખાલિસ્તાનીઓએ વિડીયો જારી કર્યો


મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતના વાણિજ્ય દુતાવાસને બહું નુકસાન થયું નથી અને કોઈ કર્મચારી પણ ઘાયલ થયો નથી. કથિત રીતે ખાલિસ્તાની સમર્થકોએ આ ઘટનાના સંદર્ભમાં એક વિડીયો જારી કર્યો છે, જો કે આ વીડિયો સાચો હોવાની પુષ્ટી કરવામાં આવી નથી.


અમેરિકાએ ઘટનાની નિંદા કરી 


અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે આ મામલે ટ્વીટ કર્યુ હતું. તેમણે કહ્યું  કે " અમેરિકા શનિવારે સાન ફ્રાંન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દુતાવાસ સામે કથિત બર્બરતા અને આગજનીના પ્રયાસોની કટુ નિંદા કરે છે" અમેરિકામાં રાજનૈતિક સુવિધાઓ કે વિદેશી રાજદુતો સામે બર્બરતા કે હિંસા એક મોટો અપરાધ છે."



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.